છપાક: સેટ પરથી શૂટિંગનો વધુ એક વીડિયો લીક, રિક્શામાં જતી દેખાઈ દીપિકા

Published: Apr 18, 2019, 16:44 IST

તાજેતરમાં દીપિકા પાદુકોણ છપાક ફિલ્મની શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મ એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની રિયલ સ્ટોરી પર આધારિત છે. આ પાત્રમાં દીપિકા એસિડ અટેક સર્વાઇવર જેવી જોવા મળે છે.

દીપિકા પાદુકોણનો છપાક લૂક (ફાઇલ ફોટો)
દીપિકા પાદુકોણનો છપાક લૂક (ફાઇલ ફોટો)

દીપિકા પાદુકોણ તાજેતરમાં દિલ્હીમાં છપાકની શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મ એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના જીવનની સત્ય ઘટના પર આધારિત છે. આ પાત્રમાં દીપિકા એસિડ અટેક સર્વાઇવર જેવી જોવા મળે છે. અત્યાર સુધી છપાકના દીપિકાના અનઑફિશિયલ અનેક લૂક્સ જાહેર થઇ ગયા છે.

છપાકનો વધુ એક વીડિયો થયો વાયરલ

 
 
 
View this post on Instagram

#deepikapadukone and #vikrantmassey captured by one of my followers in the capital @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onApr 17, 2019 at 12:18pm PDT

છપાકના લૂકમાં દીપિકા પાદુકોણનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો દિલ્હીમાં શૂટિંગ દરમિયાનનો છે. દીપિકાના નવા વીડિયોમાં અભિનેત્રી સાથે વિક્રાંત મેસી પણ જોવા મળે છે. વીડિયોમાં દીપિકા લાલ દુપટ્ટા-પાયજામા અને બ્રાઉન કુર્તામાં સામાન્ય છોકરી જેવી દેખાય છે. દીપિકા અને વિક્રાંત બન્ને અલગ અલગ રિક્શામાં જોવા મળ્યા. જો કે એસિડ અટેક સર્વાઇવરના લૂકમાં દીપિકાને ઓળખવી સરળ બાબત નથી.

આ પણ વાંચો : Video : દીપિકા બાઇક પર સવાર થઇ શોપિંંગ કરવા પહોંચી, વાયરલ થયો વીડિયો

દીપિકાએ ગરમીના કારણે પોતાના ડાયેટમાં કર્યા ફેરફાર

છપાકની શૂટિંગ દિલ્હીમાં થવાથી આખી ટીમને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન દીપિકાએ પોતાના ડાએટમાં પણ ફેરફાર કર્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે દીપિકાએ પોતાના ડાએટમાં સત્તુનો સમાવેશ કર્યો છે. સત્તુ ખાવાથી દીપિકા પોતાને હાઇડ્રેટ રાખી શકે છે. તેથી દીપિકા શૂટિંગ સેટ પર સ્પેશિયલ ડાએટ ફોલો કરી રહી છે.

છપાક આગામી વર્ષે 10 જાન્યુઆરીના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન મેઘના ગુલઝાર કરી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK