Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Bhoot The Haunted Ship: વિકી કૌશલની ફિલ્મનું ભયાવહ ટીઝર રિલીઝ...

Bhoot The Haunted Ship: વિકી કૌશલની ફિલ્મનું ભયાવહ ટીઝર રિલીઝ...

31 January, 2020 12:54 PM IST | Mumbai Desk

Bhoot The Haunted Ship: વિકી કૌશલની ફિલ્મનું ભયાવહ ટીઝર રિલીઝ...

Bhoot The Haunted Ship: વિકી કૌશલની ફિલ્મનું ભયાવહ ટીઝર રિલીઝ...


બોલીવુડ એક્ટર વિકી કૌશલની હૉરર ફિલ્મ 'ભૂક પાર્ટ 1: ધ હૉન્ટેડ શિપ'નું ટીઝર રિલીધ થઈ ગયું છે. 58 સેકેન્ડનું આ ટીઝર ખૂબ જ ભયાવહ લાગે છે, જેમાં વિકી કૌશલ અંધારામાં એક ઘરમાં ફરતો દેખાય છે. અને તેના હાથમાં એક ટૉર્ચની લાઇટમાં દેખાય છે કે ઘરની દીવાલ પર કોઇકની હથેળીઓના નિશાન બનેલા છે.



કોઇક માનવીય વ્યક્તિના હાથના પંજાના નિશાન દીવાલ પર દેખાય છે અને લાલ કલરના છે. ફિલ્મમાં તેને એવી રીતે બતાવવામાં આવે છે કે જાણે તે લોહીના નિશાન છે. તો વિકી કૌશલ ટૉર્ચના પ્રકાશમાં જુએ છે કે લોહીયાળ હાથા નિશાનથી વિકી કૌશલની તસવીર બનેલી છે અને દીવાલ પર બનેલા હાથના નિશાનમાંથી રિયલ હાથ બની જાય છે અને વિકી કૌશલને પકડી લે છે.



આના એક દિવસ પહેલા ગુરુવારે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. ગુરુવારે વિકી કૌશલ અને ભૂમિ પેડણેકરે ત્રણ પોસ્ટર રિલીઝ કર્યા હતા. હવે જોવાનું એ છે કે ફિલ્મ કેટલું કમાલ કરી શકે છે અને દર્શકોને કેટલું ડરાવી શકે છે. જો કે, ફિલ્મના કોન્સેપ્ટને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મમાં કરણ જોહરનું પ્રૉડક્શન છે અને શશાંક ખૈતાન આ ફિલ્મને પ્રૉડ્યૂસ કરી રહ્યો છે.

આ પણ વાંચો : પુજા બેદીની દીકરી અલાયાની ફિલ્મ આવી રહી છે ત્યારે જોઇએ તેની કેન્ડિડ તસવીરો

વિકી કૌશલની સાથે ફિલ્મમાં ભૂમિ પેડણેકર મુખ્ય ભૂમિકામાં દેખાશે અને ભાનુ પ્રતાપ સિંહ આ ફિલ્મથી નિર્દેશનમાં પોતાનો ડેબ્યૂ કરી રહ્યો છે. જણાવીએ કે આ જહાજ પર થયેલી એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. ફિલ્મ 21 ફેબ્રુઆરી 2020ના સિનેમાઘરોમાં રિલીઝ થશે અને આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ 'શુભ મંગલ ઝ્યાદા સાવધાન' સાથે ક્લેશ થશે.

Whatsapp-channel Whatsapp-channel

31 January, 2020 12:54 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK