Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિકી કૌશલે કર્યું એક કરોડનું દાન

વિકી કૌશલે કર્યું એક કરોડનું દાન

01 April, 2020 03:34 PM IST | Mumbai
Agencies

વિકી કૌશલે કર્યું એક કરોડનું દાન

વિકી કૌશલ

વિકી કૌશલ


કોરોના વાઇરસને પગલે વિકી કૌશલે એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે. અક્ષયકુમાર, દિલજિત દોસાંજ, કાર્તિક આર્યન, અનુષ્કા શર્મા અને ભૂષણ કુમાર જેવી ઘણી સેલિબ્રિટીઝ આ કપરા સમયમાં દાન કરવા માટે આગળ આવી છે. આ માટે વિકી કૌશલે પીએમ-કૅર્સ ફન્ડમાં અને મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર્સ ફન્ડમાં એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ વિશે વિકીએ એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. આ સ્ટેટમેન્ટમાં વિકીએ કહ્યું હતું કે ‘હું નસીબદાર છું કે આ સમયમાં પણ હું મારા ઘરમાં એકદમ કમ્ફર્ટથી બેસી શકું છું જ્યારે એવી ઘણી વ્યક્તિ છે જેમના માટે આ શક્ય નથી. આ ક્રાઇસિસના સમયમાં હું પીએમ-કૅર્સ ફન્ડ અને મહારાષ્ટ્ર ચીફ મિનસ્ટર્સ રિલીફ ફન્ડમાં એક કરોડ રૂપિયાનું દાન કરું છું. આપણે બધા આમાં સાથે છીએ અને એકસાથે આ લડાઈ જીતીશું. આપણા હેલ્ધી અને વધુ સારા ભવિષ્ય માટે આપણાથી શક્ય હોય એટલી મદદ કરીએ.’

ઇન્ડિયાના પહેલા ઇન્ડિપેન્ડન્ટ યુટ્યુબર ભુવન બામે કોરોના વાઇરસની સામે લડવા માટે સરકારને દસ લાખ રૂપિયાનું દાન કર્યું છે. તેણે પીએમ-કૅર્સ ફન્ડ, ચીફ મિનિસ્ટર્સ ફન્ડ અને ફીડિંગ ઇન્ડિયા ઇનિશ્યેટિવમાં ટોટલ દસ લાખનું દાન કર્યું છે. આ રકમ તેની માર્ચ-૨૦૨૦ની ટોટલ કમાણીની છે એટલે કે તેણે સંપૂણ મહિનાની રકમ દાન કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2020 03:34 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK