Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું મારી કરીઅરનો પ્લાન નથી કરતો : વિકી કૌશલ

હું મારી કરીઅરનો પ્લાન નથી કરતો : વિકી કૌશલ

17 February, 2020 03:27 PM IST | Mumbai

હું મારી કરીઅરનો પ્લાન નથી કરતો : વિકી કૌશલ

વિકી કૌશલ

વિકી કૌશલ


વિકી કૌશલનું કહેવું છે કે તે તેના કરીઅરને પ્લાન નથી કરતો. તેણે ડ્રામા અને ઍક્શન બાદ હવે હૉરર ફિલ્મ કરવાનું નક્કી કર્યું છે. આ વર્ષની શરૂઆત તે ‘ભૂત - પાર્ટ વન : ધ હોન્ટેડ શિપ’ દ્વારા કરી રહ્યો છે. ૨૦૧૮માં ‘રાઝી’, ‘સંજુ’ અને ‘મનમર્ઝિંયા’ જેવી ફિલ્મો કર્યા બાદ ગયા વર્ષે તેણે બ્લોકબસ્ટર ફિલ્મ ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ આપી હતી. આ ફિલ્મ માટે તેને નૅશનલ અવૉર્ડ મળ્યો હતો. ફિલ્મોની પસંદગી વિશે વાત કરતાં વિકીએ કહ્યું હતું કે ‘હું મારા કરીઅરને પ્લાન નથી કરતો. હું પ્લાનિંગ કરું તો ત્યાર બાદ એને સંપૂર્ણ ન્યાય નહીં આપી શકું અને એ પ્લાનને પકડીને ચાલી પણ ન શકું. ઍક્ટર તરીકે હું ખૂબ જ કઠોર બની જઈશ. લોકો સારી સ્ટોરીને જોવાનું પસંદ પડે છે અને એથી જ સારા ફિલ્મમેકરની સારી ફિલ્મોમાં કામ કરવું મારા માટે મહત્ત્વનું છે.’
સતત અલગ-અલગ ફિલ્મોમાં કામ કરવા વિશે વિકીએ કહ્યું હતું કે ‘મેં ‘ઉરી...’ પહેલાં ક્યારેય ઍક્શન ફિલ્મોમાં કામ નહોતું કર્યું. ‘ભૂત...’માં હું પહેલી વાર હૉરર ફિલ્મમાં કામ કરી રહ્યો છું. મારે ઘણું બધુ શીખવું છે. હું નથી ઇચ્છતું કે મારું કોઈ હોમ-ગ્રાઉન્ડ હોય.’

ભૂત - પાર્ટ 1 : ધ હૉન્ટેડ શિપ સારો બિઝનેસ કરશે તો જ એની સીક્વલ બનાવવામાં આવશે



વિકી કૌશલનું કહેવુ છે કે ‘ભૂત - પાર્ટ 1: ધ હૉન્ટેડ શિપ’ સારો બિઝનેસ કરશે તો જ એનો પાર્ટ 2 બનાવવામાં આવશે. આ ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે. ૨૧ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં વિકીની સાથે ભૂમિ પેડણેકર અને આશુતોષ રાણા જોવા મળશે. ફિલ્મની સ્ટોરી એક વેરાન શિપની છે. વિકીને પૂછવામાં આવ્યુ હતું કે જો આ ફિલ્મનો પાર્ટ 2 બને તો એમાં કામ કરશે? એનો જવાબ આપતાં વિકીએ કહ્યું હતું કે ‘આ બધું કેટલાક પરિબળો પર પણ આધાર રાખે છે. પાર્ટ 2 ત્યારે જ બનાવવામાં આવશે જ્યારે પાર્ટ 1 સારો બિઝનેસ કરશે. સાથે જ લોકોને હું પાર્ટ 1માં કેટલો પસંદ પડુ છું એનાં પર પણ આધાર રાખે છે. એનાં આધારે જ મેકર્સ નક્કી કરશે કે તેઓ મને પાર્ટ 2માં લેશે કે નહીં.’


ફિલ્મ વિશે જણાવતાં વિકીએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે ફિલ્મ એની સ્ટોરી સાથે જ જકડાયેલી હોવાથી એમાં નવાપણું દેખાય છે. આ ફિલ્મમાં કોઈ સાઇડ ટ્રેક નથી, કોઈ આલ્બમ્સ કે ગીતો નથી, હળવી કૉમેડી નથી સાથે જ એવી કોઈ લોભામણી વસ્તુ નથી કે જે લોકોને હૉરર ફિલ્મમાં જોવા મળે. આ માત્ર એક હૉરર ફિલ્મ છે. એ સિવાય બીજુ કંઈ નથી. આ પૂરી રીતે હૉરર ફિલ્મ અને સાયકો-થ્રિલરનું મિશ્રણ છે. પોસ્ટરમાં તમે જોઈ શકો છો એ રીતે પૅરાનોર્મલ છે અને એવું કંઈ નથી કે જે તમારા દિમાગમાં બેસી જાય. જો લોકોને આ ફિલ્મ પસંદ પડશે તો અમે એમાં વધુ નવાપણું લાવતા રહીશું.’


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2020 03:27 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK