Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોતાના બૅનર હેઠળ સાત નવા પ્રોજેક્ટ લૉન્ચ કરશે વીર દાસ

પોતાના બૅનર હેઠળ સાત નવા પ્રોજેક્ટ લૉન્ચ કરશે વીર દાસ

30 June, 2020 10:42 PM IST | Ahmedabad
Nirali Dave

પોતાના બૅનર હેઠળ સાત નવા પ્રોજેક્ટ લૉન્ચ કરશે વીર દાસ

વીર દાસ

વીર દાસ


કૉમેડિયન અને ઍક્ટર વીર દાસ પોતાના પ્રોડક્શન-હાઉસ હેઠળ કૉમેડી જોનરને વધુ એક્સ્પ્લોર કરવા જઈ રહ્યો છે. તે છેલ્લે નેટફ્લિક્સની ડાર્ક-કૉમેડી ફિલ્મ ‘હસમુખ’માં જોવા મળ્યો હતો અને તેણે આ ફિલ્મને કો-પ્રોડ્યુસ પણ કરી હતી. વીર દાસ પોતાનું ‘વિયર્ડેસ કૉમેડી’ નામનું બૅનર ચલાવે છે જેના દ્વારા તે હવે જુદા-જુદા ઓટીટી પ્લૅટફૉર્મ માટે પ્રોજેક્ટ્સ લૉન્ચ કરશે. એમાંથી હાલ કુલ ૭ જેટલા શો, ફિલ્મો અને બ્રૉડકાસ્ટ માટેનું સ્ક્રિપ્ટિંગ અને કાસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે જે આ વર્ષે જ રિલીઝ થવાની શક્યતા છે.
જોકે વીર દાસ આ પ્રોજેક્ટમાંથી ફક્ત એક જ શોમાં ઍક્ટિંગ કરતો જોવા મળશે. બાકીનામાં તે ક્રીએટિવ પ્રોડ્યુસર તરીકે ફાળો આપશે. આ બધા શોની યાદી પણ રસપ્રદ છે. ‘મહિલા કૅન્ટીન’ નામનો શો મહિલા-કેન્દ્રિત પૉલિટિકલ કૉમેડી શો હશે, તો અન્ય એક પંજાબી ડ્રામા સિરીઝ હશે જેનું સંપૂર્ણ શૂટિંગ ઉપર હવામાં (પ્લેનમાં) થયેલું હશે. ‘લાઇટફુટ’ નામના પ્રોજેક્ટની વાર્તા ઑનલાઇન બૂટ વેચતી કંપની પર આધારિત હશે જે બૂટના તળિયામાં ડ્રગ્સ ડિલિવર કરવાનું કામ કરે છે!
આ ઉપરાંત વીર દાસ તેલુગુ, પંજાબી, મરાઠી અને ગુજરાતી ભાષાઓમાં પણ કૉમેડી સિરીઝ બનાવવાનું વિચારી રહ્યો છે. તેનું કહેવું છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ્સ આવવાથી કૉમેડીના નવા કન્સેપ્ટ માટેના દરવાજા ખૂલી ગયા છે.


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2020 10:42 PM IST | Ahmedabad | Nirali Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK