Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઉમેશ શુક્લાની ફિલ્મ આંખ મિચૌલીમાં ગુજરાતી કલાકારોની ભરમાર

ઉમેશ શુક્લાની ફિલ્મ આંખ મિચૌલીમાં ગુજરાતી કલાકારોની ભરમાર

20 February, 2020 06:57 PM IST | Mumbai
Mumbai Desk

ઉમેશ શુક્લાની ફિલ્મ આંખ મિચૌલીમાં ગુજરાતી કલાકારોની ભરમાર

ઉમેશ શુક્લાની ફિલ્મ આંખ મિચૌલીમાં ગુજરાતી કલાકારોની ભરમાર


આંખ મિચૌલી નામની ફિલ્મનું ડિરેક્શન કરશે ઉમેશ શુક્લા. એક પ્યોર ફેમિલી એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ બનાવનારા ઉમેશ શુક્લા ફરી એકવાર એવો જ વિષય લઇને કામ કરશે. આ પહેલા ઉમેશ શુક્લા અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરને લઇને 102 નોટ આઉટ ફિલ્મ બનાવી હતી જે સૌમ્ય જોશી લિખીત નાટક પર આધારિત હતી. 

ઉમેશ શુક્લાની નવી ફિલ્મ આંખ મિચૌલીમાં ખુબ બધા એક્ટર્સ છે. એક અજબ કુટુંબની આસપાસ વણાયેલી આ વાર્તામાં અભિમન્યુ દસાની, મૃણાલ ઠાકુર, પરેશ રાવળ, શર્મન જોશી, દિવ્યા દત્તા, અભિષેક બેનર્જી, દર્શન જરીવાલા, ગૃશા કપૂર અને વિજય રાજ છે. જિતેંન્દ્ર પરમારે આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી હતી અને સચિન જીગરે તેનું સંગીત કંપોઝ કર્યું છે. ઉમેશ શુક્લાએ કહ્યુ ંકે આ ફિલ્મ તેમના દિલની નજીક છે અને તેની કાસ્ટમાં આવા માતબર કલાકારો હોવાને કારણે તેમને આ ફિલ્મ અંગે બહુ એક્સાઇટમેન્ટ છે. દિવાળીની આસપાસ રજૂ થનારી આ ફિલ્મ કૉમેડી છે. 



સોની પિક્ચર એન્ટરટેઇનમેન્ટ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર વિવેક કૃષ્ણાનીએ કહ્યુ ંકે ઉમેશ શુક્લા ઘણાં વર્ષોથી કાર્યરત છે અને તેઓ એવી જ ફિલ્મો બનાવે છે જેની સાથે દર્શકો તરત જોડાઇ જાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2020 06:57 PM IST | Mumbai | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK