Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉલીવુડમાં ૪૦ વર્ષ પૂરાં કરનાર ઉદિત નારાયણે લૉન્ચ કરી યુટ્યુબ ચૅનલ

બૉલીવુડમાં ૪૦ વર્ષ પૂરાં કરનાર ઉદિત નારાયણે લૉન્ચ કરી યુટ્યુબ ચૅનલ

07 July, 2020 08:05 PM IST | Mumbai
Agencies

બૉલીવુડમાં ૪૦ વર્ષ પૂરાં કરનાર ઉદિત નારાયણે લૉન્ચ કરી યુટ્યુબ ચૅનલ

ઉદિત નારાયણ

ઉદિત નારાયણ


ઉદિત નારાયણે બૉલીવુડમાં ૪૦ વર્ષ વિતાવવાની ખુશીમાં પોતાની યુટ્યુબ ચૅનલ લૉન્ચ કરી છે. તેમણે ૧૯૮૦માં ‘ઉન્નીસ બીસ’ દ્વારા પોતાની કરીઅરની શરૂઆત કરી હતી. તેમણે ગાયેલાં અનેક ગીતો આજે પણ યાદગાર છે. એવામાં ડિજિટલ યુગમાં લોકો સાથે કનેક્ટ થવા માટે તેમણે પણ યુટ્યુબ ચૅનલની શરૂઆત કરી છે. આ વિશે ઉદિત નારાયણે કહ્યું હતું કે ‘આ ઇન્ડસ્ટ્રી મારી સાથે ખૂબ ઉદાર રહી છે. એણે મને ઘણુંબધું આપ્યું છે. લોકોના પ્રેમ અને આશીર્વાદથી આજે મેં ઇન્ડસ્ટ્રીમાં ૪૦ વર્ષ સફળતાપૂર્વક પૂરાં કર્યાં છે. મારો એક જ ઉદ્દેશ રહ્યો છે કે હું ભારતીય ફિલ્મો, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં અને લોકોનાં દિલોમાં સ્થાન જાળવી શકું.’
દીકરા આદિત્ય નારાયણે આ ચૅનલ શરૂ કરવા જણાવ્યું હતું એ વિશે ઉદિત નારાયણે કહ્યું હતું કે ‘તેણે કહ્યું કે તમે યુટ્યુબ પર સૌથી વધુ જોવામાં આવતા આર્ટિસ્ટ છો. તેણે જ મને ચૅનલ શરૂ કરવા માટેની પ્રેરણા આપી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2020 08:05 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK