કોમવાદ અને RSSનાં એજન્ડા સામે બાંયો ચડાવવાની જરૂર છે : સુશાંત સિંહ

Published: Feb 11, 2020, 10:26 IST | Mumbai

સુશાંત સિંહનું માનવું છે કે કોમવાદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં એજેન્ડા સામે લડત આપવી ખૂબ જરૂરી છે.

સુશાંત સિંહ
સુશાંત સિંહ

સુશાંત સિંહનું માનવું છે કે કોમવાદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં એજેન્ડા સામે લડત આપવી ખૂબ જરૂરી છે. દેશમાં હાલમાં સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ અને નૅશનલ રજીસ્ટર ઑફ સિટિઝન્સને કારણે લોકો આંદોલન કરી રહ્યાં છે. આ ઍક્ટની વિરોધમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ઍક્ટિવિસ્ટ રામ પૂનિયાની અને સેન્ટ ઝેવિયર્સ કોલેજનાં ભુતપૂર્વ પ્રિન્સીપલ ફાધર ફ્રેઝર મસ્કરેન્હાસની સાથે અનેક મહિલાઓએ પણ ભાગ લીધો હતો. આ દરમ્યાન સુશાંત સિંહે કહ્યું હતું કે ‘આપણને દેશમાંથી સાંપ્રદાયિકતા હટાવવી પડશે. સતત અભિયાનનાં માધ્યમથી આપણે સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ અને નૅશનલ રજીસ્ટર ઑફ સિટિઝન્સને દૂર કરી શકીશું. જોકે કોમવાદનું જોખમ તો તોળાતું જ રહેશે. નાગરીક સંસ્થાનાં સદસ્યો અને શિક્ષીત યુવાઓએ ગામડાઓમાં જઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં એજેન્ડાનો સામનો કરવો જોઈએ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK