‘લૉકડાઉન કી લવ સ્ટોરી’ના મોહિત મલિકને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. તેની પ્રેગ્નન્ટ વાઇફ અદિતિ મલિકની ટેસ્ટ નેગેટિવ આવવી છે. મોહિતે હાલમાં પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. કોરોનાની કહાણી ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મોહિતે કૅપ્શન આપી હતી, ‘આપણે કેટલો પણ બેસ્ટનો પ્રયાસ કરીએ, સાવચેતીનાં જરૂરી પગલાં પણ લઈએ, છતાં સ્થિતિ વણસી જાય છે. મને તાવ આવ્યો હતો અને મારી પહેલી જ કોવિડ-ટેસ્ટ પૉઝિટિવ આવી છે. સદ્નસીબે મારી વાઇફ અદિતિ સલામત છે. જોકે અમે અમારી જાતને ક્વૉરન્ટીન કરી છે. હું એ તમામ લોકોને વિનંતી કરવા માગું છું જેઓ થોડા સમય પહેલાં મારા સંપર્કમાં આવ્યા હતા, તેમણે પણ સલામતી ખાતર ટેસ્ટ કરાવવી જોઈએ. પ્રાર્થના કરીએ અને આશા છે કે ફક્ત અમે જ નહીં, પરંતુ જે પણ આ બીમારીનો ભોગ બને તેઓ એમાંથી સારી રીતે પાર પડે. સાથે જ સુરક્ષિત રીતે ફરીથી લાઇફની શરૂઆત કરીએ.’
પશુઓ માટે ઍમ્બ્યુલન્સ ડોનેટ કરી જૅકી શ્રોફે
6th March, 2021 15:31 ISTકજરા રે માટે અવાજ આપવા મેં કિશોરકુમારનાં ઘણાં ગીતો સાંભળ્યાં હતાં: જાવેદ અલી
6th March, 2021 15:26 ISTતામિલ ફિલ્મ અરુવીની હિન્દી રીમેકમાં જોવા મળશે ફાતિમા
6th March, 2021 15:24 ISTઇન્ડસ્ટ્રીમાં માત્ર મેલ હીરોઝની ફિલ્મોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે: અલંક્રિતા શ્રીવાસ્તવ
6th March, 2021 15:17 IST