Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તુષારે ચાર દિન કી ચાંદનીના ફિલ્મમેકર સામે કર્યો કેસ

તુષારે ચાર દિન કી ચાંદનીના ફિલ્મમેકર સામે કર્યો કેસ

27 August, 2012 05:29 AM IST |

તુષારે ચાર દિન કી ચાંદનીના ફિલ્મમેકર સામે કર્યો કેસ

તુષારે ચાર દિન કી ચાંદનીના ફિલ્મમેકર સામે કર્યો કેસ


tushar-caseતુષાર કપૂર ફિલ્મમેકર સમીર કર્ણિકથી બહુ અપસેટ છે. તુષારે તેની ‘ચાર દિન કી ચાંદની’માં કામ કર્યું હતું અને એ સમયે ૧.૭૫ કરોડ રૂપિયા ફિલ્મ પ્રમોટ કરવા માટે લોન તરીકે આપ્યા હતા. આ પહેલાં પણ તુષારે આ રકમ પાછી ન આપવા માટે સમીર પર કેસ કર્યો હતો અને હવે સમીરે તેને તેની ફીનો અમુક હિસ્સો આપવા માટે જે ચેક આપ્યો હતો એ પણ બાઉન્સ થતાં તુષારે ફરી સમીર સામે કેસ કર્યો છે.

આ મુદ્દે વાત કરતાં તુષાર કપૂરનો લીગલ ઍડ્વાઇઝર ઝમીર નાથાણી કહે છે, ‘સમીરે ફી તરીકે તુષારને ૪૦ લાખ રૂપિયામાંથી ટીડીએસ કપાયા બાદ ૩૬ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. ૩૦ જુલાઈનો આ ચેક ખાતામાં પૂરતી રકમ ન હોવાને કારણે બાઉન્સ થયો હતો. આ રકમ તુષારની ફીની રકમની અંશત: ચુકવણીના ભાગરૂપે આપવામાં આવી હતી. હવે અમે પોલીસ-ફરિયાદ કરીને છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આરોપ મૂકીને કાયદાકીય કેસ ફાઇલ કરવાના છીએ. અમે સિને આર્ટિસ્ટ અસોસિએશનમાં પણ આની ફરિયાદ નોંધાવી છે.’



આ મુદ્દે સમીર કર્ણિકે કંઈ પણ કૉમેન્ટ ન કરવાનું પસંદ કર્યું હતું.


ટીડીએસ = ટૅક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2012 05:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK