Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાગી 3માં તમામ પાર્ટ કરતાં ખૂબ જ મહેનત કરી છે : ટાઇગર શ્રોફ

બાગી 3માં તમામ પાર્ટ કરતાં ખૂબ જ મહેનત કરી છે : ટાઇગર શ્રોફ

03 March, 2020 03:54 PM IST |

બાગી 3માં તમામ પાર્ટ કરતાં ખૂબ જ મહેનત કરી છે : ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફ (ફાઇલ ફોટો)

ટાઇગર શ્રોફ (ફાઇલ ફોટો)


ટાઇગર શ્રોફે જણાવ્યું છે કે ‘બાગી 3’ માટે તેણે ભરપૂર મહેનત કરી છે. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ પણ જોવા મળવાનાં છે. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મને અહમદ ખાને ડિરેક્ટ અને ફૉક્સ સ્ટાર સ્ટુડિયોઝ અને સાજિદ નડિયાદવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મ વિશે જણાવતાં ટાઇગરે કહ્યું હતું કે ‘આ ત્રીજા ઇન્સ્ટૉલમેન્ટ માટે અમે બધાએ ખૂબ મહેનત કરી છે. મને નથી લાગતું કે આટલી મહેનત મેં આના પહેલાંના ઇન્સ્ટૉલમેન્ટમાં કરી હોય.’

પોતાના અનુભવો વિશે રિતેશ દેશમુખે કહ્યું હતું કે ‘આ ખૂબ જ ઇમોશનલ જર્ની હતી અને મારા માટે ખૂબ જ પર્સનલ પણ હતી, કારણ કે ૧૫ વર્ષમાં પહેલી વાર મેં કોઈના ભાઈનું પાત્ર ભજવ્યું છે. મને એ વાતની પણ ખુશી છે કે હું ટાઇગરનો ભાઈ બન્યો છું.’



આ ફિલ્મનાં કેટલાંક દૃશ્યો સર્બિયામાં શૂટ કરવામાં આવ્યાં હતાં. એ વખતે ત્યાંનું વાતાવરણ અતિશય કપરું હતું. એ વિશે શ્રદ્ધા કપૂરે કહ્યું હતું કે ‘સર્બિયામાં શૂટિંગ કરવું ખૂબ જ ચૅલેન્જિંગ હતું, કારણ કે અમે જ્યારે શૂટિંગ કરતાં હતાં એ વખતે વાતાવરણ ખરાબ હતું.’


Whatsapp-channel Whatsapp-channel

03 March, 2020 03:54 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK