હૃતિક રોશન સાથેની ફિલ્મને યોગ્ય કૉમ્બિનેશન જણાવ્યું ટાઇગર શ્રોફે

Updated: Jun 09, 2019, 22:50 IST | મુંબઈ

ટાઇગર શ્રોફે જણાવ્યું છે કે હૃતિક રોશન સાથેની ફિલ્મ એ યોગ્ય કૉમ્બિનેશન છે.

હૃતિક રોશન સાથે ટાઇગર શ્રોફ
હૃતિક રોશન સાથે ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફે જણાવ્યું છે કે હૃતિક રોશન સાથેની ફિલ્મ એ યોગ્ય કૉમ્બિનેશન છે. આ બન્ને જલદી જ એક ફિલ્મમાં સાથે જોવા મળવાના છે. ટાઇગરનું એમ પણ કહેવું છે કે કરેક્ટ અદલાબદલી અને કૉમ્બિનેશન ખૂબ દુર્લભ જોવા મળે છે અને સાથે જ જો યોગ્ય સ્ક્રિપ્ટ મળી જાય તો તમારી ક્ષમતાને સચોટતાથી દર્શાવી શકાય છે. હૃતિક સાથે કામ કરવાના અનુભવ વિશે જણાવતાં ટાઇગરે કહ્યું હતું કે ‘હું સોલો ફિલ્મ કરવા માગું છું કે અન્ય હીરો સાથે કામ કરવા માગું છું એ તો ફિલ્મની સ્ક્રિપ્ટ પર આધાર રાખે છે. આ ફિલ્મ જે હું હૃતિકસર સાથે કરી રહ્યો છું એ તો એકલા ન જ કરી શકાય. એ ખૂબ જ દુર્લભ બાબત છે કે તમને કરેક્ટ અદલાબદલી અને કૉમ્બિનેશનની સાથે જ સ્ક્રિપ્ટ પણ એવી મળે કે તમે તમારી ક્ષમતાને યોગ્ય ઢબે દેખાડી શકો.’

આ પણ વાંચો : અમેરિકાની યુનિવર્સિટીમાં ઍડ્‍મિશન લેવાની વાતને નકાર આપ્યો અનન્‍યાએ

સુપર 30ના સેટ પર પોતાને એક સ્ટુડન્ટ ગણાવ્યો હૃતિક રોશને

હૃતિક રોશને પોતાની આવનારી ફિલ્મ ‘સુપર 30’ વિશે જણાવ્યું હતું કે તે સેટ પર એક સ્ટુડન્ટ હતો. આ ફિલ્મમાં તે એક ટીચરના પાત્રમાં જોવા મળશે. ફિલ્મની ટીમ સાથેનો એક ફોટો હૃતિકે શૅર કર્યો હતો અને તમામની પ્રશંસા પણ કરી હતી. સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હૃતિકે કૅપ્શન આપી હતી, ‘ફિલ્મમાં મારું પાત્ર તો એક શિક્ષકનું હતું, પરંતુ આ સેટ પર તો હું એક વિદ્યાર્થી હતો. આ છે મારા ‘સુપર 30’. તેમની તપસ્યા, સ્વભાવ અને ઉત્સાહથી હું ઘણું બધું શીખ્યો છું.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK