અમેરિકાની યુનિવર્સિટીમાં ઍડ્‍મિશન લેવાની વાતને નકાર આપ્યો અનન્‍યાએ

Published: Jun 09, 2019, 09:50 IST | મુંબઈ

અનન્યા પાન્ડેએ તાજેતરમાં જણાવ્યું છે કે તે અમેરિકાની યુનિવર્સિટીમાં ઍડ્‍મિશન નથી લેવાની. તેનું કહેવું છે કે તે ઍક્ટિંગમાં કરીઅર બનાવવા પર ધ્યાન આપવા માગે છે.

અનન્યા પાન્ડે
અનન્યા પાન્ડે

અનન્યા પાન્ડેએ તાજેતરમાં જણાવ્યું છે કે તે અમેરિકાની યુનિવર્સિટીમાં ઍડ્‍મિશન નથી લેવાની. તેનું કહેવું છે કે તે ઍક્ટિંગમાં કરીઅર બનાવવા પર ધ્યાન આપવા માગે છે. ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી બૉલીવુડમાં એન્ટ્રી કરનાર અનન્યા ચન્કી પાન્ડેની દીકરી છે. ચન્કી પાન્ડેનું અસલી નામ સુયશ પાન્ડે છે. અનન્યાનાં ઍડ્‍મિશનને લઈને ખાસ્સો વિવાદ ઊઠ્યો છે. એના પર વિરામ મૂકતાં તેણે યુનિવર્સિટી ઑફ સાઉધર્ન કૅલિફૉર્નિયાનાં કાગળપત્રો અને અન્ય ડૉક્યુમેન્ટ્સ સાથેનો ફોટો શૅર કર્યો હતો.

આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનન્યાએ કૅપ્શન આપી હતી, ‘હું આ નહોતી કરવા માગતી. મને નથી લાગતું કે હું કોઈને સ્પષ્ટીકરણ આપું. જોકે જે પ્રકારે યુનિવર્સિટી ઑફ સાઉધર્ન કૅલિફૉર્નિયામાં મારા બનાવટી ઍડ્‍મિશનને લઈને જે ચર્ચા ચાલી રહી છે એ હવે હદ વટાવી ચૂકી છે. મારા માટે આ ખૂબ જ દુખદ બાબત છે કે એને કારણે મારી ફૅમિલી અને ફ્રેન્ડ્સને આ બધું સહન કરવું પડે છે.

હું પહેલાં પણ કહી ચૂકી છું કે મને એનેબર્ગ સ્કૂલ ફૉર કમ્યુનિકેશન ઍન્ડ જર્નલિઝમના સ્પ્રિંગ ૨૦૧૮ સેમિસ્ટર માટે સિલેક્ટ કરવામાં આવી હતી. જોકે હું મારી પહેલી ફિલ્મના શૂટિંગમાં બિઝી હતી અને એની રિલીઝ-ડેટ પાછળ ધકેલવામાં આવી હતી એને કારણે મને બે વખત મારું ઍડ્‍મિશન પોસ્ટપોન કરવું પડ્યું હતું. આવું ૨૦૧૮ અને ૨૦૧૯માં થયું હતું. બન્ને વખત મારી રિક્વેસ્ટ સ્વીકારવામાં આવી હતી. આ સ્થિતિમાં હવે હું માત્ર બે વખત જ મારા ઍડ્‍મિશનને પાછળ ધકેલી શકતી હતી. હવે હું યુનિવર્સિટી નહીં જઈ શકું.

આ જ કારણસર મેં મારા ઍક્ટિંગના કરીઅર પર ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. જે લોકો મારું અપમાન કરવા માગે છે તેમને૬ સૌને મારા તરફથી અપાર પ્રેમ, શાંતિ અને સકારાત્મકતા મોકલવા માગું છું. જે લોકો મારા ફ્રેન્ડ હોવાનો દાવો કરી રહ્યા છે તો તેમને પણ જણાવવા માગીશ કે મારા એવા કોઈ ફ્રેન્ડ્સ નથી જે નકલી આઇડી બનાવે. મારા ફ્રેન્ડ્સ બાળપણથી જ મારી સાથે છે અને એમાંથી કોઈ પણ એવું નથી જે આવુ કંઈ કરી શકે. નકલી સ્ટોરીઝ અને સ્ક્રીનશૉટ્સ બનાવવા ખરેખર જોખમી છે, જે લોકોના જીવન પર ગંભીર અસર પાડી શકે છે. એથી સૌને વિનંતી છે કે તેઓ પ્રેમાળ, સકારાત્મક અને દયાળુ બને. સાથે જ હું કહેવા માગું છું કે મારા ડૅડીનું રિયલ નેમ સુયશ છે અને સુરક્ષાના કારણસર મેં મારું ઍડ્રેસ છુપાવ્યું છે.’

આ પણ વાંચો : હવે હૉરર ફિલ્મ બનાવવાના મૂડમાં છે કરણ જોહર, સોમવારે ખુલશે રહસ્ય

મને વરુણ ધવન હૉટ લાગે છે: અનન્યા પાન્ડે

અનન્યા પાન્ડેનું કહેવું છે કે તેને વરુણ ધવન હૉટ લાગે છે. અનન્યાની હાલમાં જ ટાઇગર શ્રોફ અને તારા સૂતરિયા સાથેની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ રિલીઝ થઈ હતી. તેણે એમ પણ જણાવ્યું હતું કે તેને ઘણા લોકો પર ક્રશ છે. વરુણ વિશે વધુ જણાવતાં અનન્યાએ કહ્યું હતું કે ‘ખરું કહું તો મને તેના પર ક્રશ છે. હું આ પહેલેથી જ કહેતી આવી છું. જોકે મને ઘણા પર પણ ક્રશ છે. તેના પર તો સૌથી મોટું ક્રશ છે સાથે જ ઘણા બધા પર મારા ક્રશ છે. મને વરુણ હૉટ લાગે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK