Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હીરોપંતી 2 અને બાગી 4ને લઈને તૈયાર ટાઇગર શ્રોફ અને સાજિદ નડિયાદવાલા

હીરોપંતી 2 અને બાગી 4ને લઈને તૈયાર ટાઇગર શ્રોફ અને સાજિદ નડિયાદવાલા

29 October, 2020 02:39 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

હીરોપંતી 2 અને બાગી 4ને લઈને તૈયાર ટાઇગર શ્રોફ અને સાજિદ નડિયાદવાલા

ટાઇગર શ્રોફ અને સાજિદ નડિયાદવાલા

ટાઇગર શ્રોફ અને સાજિદ નડિયાદવાલા


ટાઇગર શ્રોફ અને સાજિદ નડિયાદવાલા હવે તેમની બે ફિલ્મને લઈને શૂટિંગ કરવા તૈયાર છે. લૉકડાઉન બાદ ટાઇગર સૌથી પહેલાં તેની પહેલી ફિલ્મ ‘હીરોપંતી’ની સીક્વલ ‘હીરોપંતી 2’ની શરૂઆત કરશે. ત્યાર બાદ તે ‘બાગી 4’નું પણ શૂટિંગ કરશે. આ ફિલ્મને પહેલાંની ત્રણ ફિલ્મ કરતાં પણ વધુ ગ્રૅન્ડ લેવલ પર બનાવવામાં આવશે. આ બન્ને ફિલ્મને લગભગ 25 દેશમાં શૂટ કરવામાં આવશે. બન્ને ફિલ્મ માટે અંદાજે બાર-બાર દેશને પસંદ કરવામાં આવ્યા છે. ટાઇગરે હાલમાં જ લૉકડાઉનમાં એના ગીતનું શૂટિંગ કર્યું હતું અને હવે તે ફિલ્મનું શૂટિંગ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ શૂટિંગ માટેની તૈયારી થઈ ગઈ છે અને તે ડિસેમ્બરથી ‘હીરોપંતી 2’નું શૂટિંગ
શરૂ કરશે. સાજિદ નડિયાદવાલા તેની ‘જુડવા’, ‘હાઉસફુલ’, ‘કિક’, ‘હીરોપંતી’ અને ‘બાગી’ ફ્રૅન્ચાઇઝીને
સતત આગળ વધારવા માગે છે. ‘જુડવા’ અને ‘હાઉસફુલ’ કૉમેડી ફ્રૅન્ચાઇઝી છે તો ‘કિક’ એક મસાલા ફિલ્મ છે. ‘હીરોપંતી’ અને ‘બાગી’ ઍક્શન ફ્રૅન્ચાઇઝી છે અને એ માટે ઍક્શન બેસ્ટ ઑપ્શન છે. આથી સાજિદ નડિયાદવાલા તેની ઍક્શન ફ્રૅન્ચાઇઝીને લોકો સમક્ષ લાવવા માટે ખૂબ જ ઉત્સુક છે.


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2020 02:39 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK