Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રોહિત શેટ્ટી તેની સ્ક્રીપ્ટની સાથે તેના ઍક્ટર્સની પણ નસેનસ ઓળખે છે

રોહિત શેટ્ટી તેની સ્ક્રીપ્ટની સાથે તેના ઍક્ટર્સની પણ નસેનસ ઓળખે છે

28 December, 2018 06:08 PM IST |

રોહિત શેટ્ટી તેની સ્ક્રીપ્ટની સાથે તેના ઍક્ટર્સની પણ નસેનસ ઓળખે છે

રોહિત શેટ્ટી તેની સ્ક્રીપ્ટની સાથે તેના ઍક્ટર્સની પણ નસેનસ ઓળખે છે


રોહિત શેટ્ટીની ‘સિમ્બા’માં સોનુ સૂદ વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં રણવીર સિંહ હીરો અને સારા અલી ખાન હિરોઇનની ભૂમિકામાં જોવા મળશે. સોનુ સૂદનું કહેવું છે કે અત્યાર સુધી મેં જેમની પણ સાથે કામ કર્યું છે એ લોકોમાં રોહિત શેટ્ટી અને રણવીર સિંહ ખૂબ પૉઝિટિવ વ્યક્તિઓ છે. સોનુએ તાજેતરમાં જ ‘સિમ્બા’નું શૂટિંગ પૂરું કર્યું છે. તેણે પહેલી વાર ડિરેક્ટર રોહિત શેટ્ટી અને રણવીર સિંહ સાથે આ ફિલ્મમાં કામ કર્યું છે. ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ના છેલ્લા શેડ્યુલમાં અમુક કારણોસર વિવાદ સર્જાતાં સોનુએ આ ફિલ્મ છોડી દીધી હતી. જોકે સોનુને એનો જરાપણ વસવસો નથી. તેનું કહેવું છે કે રોહિત શેટ્ટી અને રણવીર સિંહ પોતાના કામને લઈને ખૂબ જ સમર્પિત છે. રણવીર આ ફિલ્મમાં સંગ્રામસિંહ ભાલેરાવ નામના પોલીસના પાત્રમાં છે તો સોનુ વિલન બન્યો છે. આવા પાત્ર ભજવવા તેના માટે કોઈ નવી વાત નથી, કારણ કે ૨૦૧૦માં આવેલી ‘દબંગ’માં પણ તેણે છેદી સિંહ નામના વિલનની ભૂમિકા ભજવી હતી.

સોનુનું કહેવું છે કે ડિરેક્ટરના સ્પષ્ટ દૃષ્ટિકોણથી તેનું કામ સરળ બની ગયું હતું. આ વિશે સોનુ સૂદે કહ્યું હતું કે ‘રોહિતમાં દરેક વસ્તુને લઈને ગજબની સ્પષ્ટતા છે કે તેને પોતાની ટીમ પાસેથી કેવા પ્રકારનું કામ કરાવવું છે. તે સ્ટોરી અને સેટની દરેક બાબતની સાથે-સાથે પોતાના કલાકારોની નસેનસ ઓળખતો હોય છે. તેની સાથે કામ કરવું મારી કરીઅરનો સૌથી ઉત્તમ અનુભવ રહ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2018 06:08 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK