Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ વખતે જન્મદિવસ પર પાર્ટી નહીં કરે શાહરૂખ, આવી રીતે કરશે ઉજવણી

આ વખતે જન્મદિવસ પર પાર્ટી નહીં કરે શાહરૂખ, આવી રીતે કરશે ઉજવણી

23 October, 2019 09:51 AM IST | મુંબઈ

આ વખતે જન્મદિવસ પર પાર્ટી નહીં કરે શાહરૂખ, આવી રીતે કરશે ઉજવણી

ચાહકો સાથે શાહરૂખ ખાન

ચાહકો સાથે શાહરૂખ ખાન


બોલીવુડના કિંગખાન શાહરૂખ ખાન આવતી 2 નવેમ્બરે 53 વર્ષના થઈ જશે અને તેના ચાહકો તેમના જન્મદિવસની રાહ જોઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે લાંબા સમયથી મોટા પડદાથી દૂર શાહરૂખ ખાન જન્મદિવસ પર નવી ફિલ્મનું એલાન કરી શકે છે. સાથે જ લોકોને રાહ હતી કે કિંગ ખાનના જન્મદિવસ પર શાનદાર પાર્ટી થશે પરંતુ આ વખતે કદાચ એવું નથી થવાનું.

પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાનની પત્ની ગૌરીએ કહ્યું કે આ વખતે શાહરૂખ કોઈ પાર્ટી હોસ્ટ કરીને જન્મદિવસનો જશ્ન મનાવવાના મૂડમાં નથી. એના બદલે તેઓ આ વર્ષે શાહરૂખ ખાન જન્મદિવસનું શાંત સેલિબ્રેશન થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક મીડિયા પોર્ટલ સાથેની વાતચીતમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષે ઘરે રહેવાનો પ્લાન છે.સારું ડિનર કરો અને જસ્ટ ચિલ.




શાહરૂખ ખાન ભલે પોતાનો જન્મદિવસ શાંતિથી સેલિબ્રેટ કરવાનું વિચારી રહ્યા હોય, પરંતુ દર વર્ષની જેમ તેમના ચાહકો તેમને ઘરની બહાર વિશ કરવા માટે જરૂર આવશે. આ પણ કિંગ ખાન હાલ પોતાના પરિવાર સાથે ક્વૉલિટી ટાઈમ વિતાવી રહ્યા છે જેની તસવીરો પણ તેઓ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.



શાહરૂખ ખાનના જન્મદિવસને લઈને તેમના ચાહકોમાં ઘણો ક્રેઝ રહે છે. હાલમાં જ 2 ઑક્ટોબરના દિવસે પણ તેમના જન્મદિવસને લઈને હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યો હતો. હતો. 2 ઑક્ટોબરે તેમના જન્મદિવસને એક મહિનો જ બાકી હતો અને તેમને ચાહકો એને જ લઈને ટ્વીટ કરી રહ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2019 09:51 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK