Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેન્સર સાથેની જંગ બાદ આવા દેખાઈ રહ્યા છે ઋષિ કપૂર, કરાવ્યું ફોટોશૂટ

કેન્સર સાથેની જંગ બાદ આવા દેખાઈ રહ્યા છે ઋષિ કપૂર, કરાવ્યું ફોટોશૂટ

06 October, 2019 04:15 PM IST | મુંબઈ

કેન્સર સાથેની જંગ બાદ આવા દેખાઈ રહ્યા છે ઋષિ કપૂર, કરાવ્યું ફોટોશૂટ

તસવીરઃ અવિનાશ ગોવારિકર

તસવીરઃ અવિનાશ ગોવારિકર


બોલીવુડ સ્ટાર ઋષિ કપૂર કેન્સરનો ઈલાજ કરાવ્યા બાદ ભારત પાછા આવી ચુક્યા છે. કેન્સર સાથે લાંબી લડાઈ બાદ ઋષિ કપૂર પોતાની સામાન્ય જિંદગીમાં પાછા આવી રહ્યા છે. હવે તેમણે એક ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે સૉલ્ટ એન્ડ પેપર લૂકમાં નજર આવી રહ્યા છે. દાઢી વધારેલા લૂકમાં એક્ટરને જોઈને લાગી રહ્યું છે કે તેઓ ફરી એક્શનમાં આવી ગયા છે.




ઋષિ કપૂરનું ફોટોશૂટ જાણીતા ફોટોગ્રાફ અવિનાશ ગોવારિકરે કર્યું છે અને તેમણે ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોમાં ઋષિ કપૂર સ્મિત કરતા નજર આવી રહ્યા છે. તેમણે આ ફોટો સાથે કેપ્શન લખ્યું છે કે, 'પોસ્ટ પેકઅપ શૉટ વિથ ધ લેજેન્ડ ઋષિ કપૂર. એક નાનકડા બ્રેક બાદ તે એક એક્શનમાં પાછા આવ્યા છે. શબ્દોમાં વર્ણન નથી કરી શકતો કે ચિંટૂજીને લેન્સના માધ્યમથી જાણીને કેવું લાગ્યું.'

આ બાદ ઋષિ કપૂરે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર અવિનાશની પોસ્ટને શેર કરી છે અને તેમને ધન્યવાદ કહ્યું છે. ઋષિ કપૂરે તસવીર સાથે લખ્યું કે, 'થેન્ક યૂ અવિનાશ, તમે સૌથી વધુ વખાણ કર્યા છે. પેકઅપ બાદ લગભગ બે મહિનાથી વધેલી દાઢી કાઢી નાખી. આજે રાત્રે ઈટલી માટે રવાના થઈ રહી છું, પાછો આવીને તમને મળું છું.'


આ પણ જુઓઃ 90ના દાયકાની યાદોઃ 'સ્માર્ટ ફોન્સ' વગર આવી રીતે પસાર થતી હતી રજાઓ...

પોસ્ટથી જાણવા મળી રહ્યું છે કે તેઓ ઈટલી ગયા છે. જે પહેલા ઋષિ કપૂર લાંબા સમય સુધી ન્યૂયૉર્કમાં હતા, જ્યાં તેમણે પોતાની બીમારીનો ઈલાજ કરાવ્યો હતો. જણાવી દઈએ કે એ દરમિયાન અનેક બોલીવુડ સેલેબ્સ તેમને મળવા માટે આવ્યા ગયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2019 04:15 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK