આ રીતે કાર્તિક-સારા વધાર્યું માતા-પિતાનું ગર્વ

Published: Feb 08, 2020, 18:57 IST | Mumbai Desk

બોલીવુડ સિતારાઓ તૈયાર છે ઝીટીવીના પ્રો મ્યૂઝિક કાઉન્ટડાઉન પર કેટલાક આશ્ચર્યજનક ખુલાસા માટે...

ભારતમાં બોલીવુડ અને સંગીત બન્ને જાણે ધર્મથી ક્યાંય ઓછા નથી, અને તેથી જ ઝીટીવી તેના દર્શકો માટે તેના આગામી પ્રાઇમટાઇમ ઑફરિંગમાં બોલીવુડ અને સંગીતના શ્રેષ્ઠીઓને લાવી રહ્યું છે. એક જુદાં પ્રકારનો મ્યૂઝિક કાઉન્ટડાઉન શૉ લઇને આવવા માટે ચેનલ તૈયાર છે. શૉનું નામ છે, 'પ્રૉ મ્યૂઝિક કાઉન્ટડાઉન'. આ શૉ હોસ્ટ કરશે, ભારતના સૌથી શ્રેષ્ઠ આરજે, સોશિયલ મીજિયા પર દબદબો ધરાવતાં, યુટ્યૂબ સેન્સેશન- સિદ્ધાર્થ કાનન. શૉમાં સેલિબ્રિટી સાથે તેમની કારકિર્દી, રોમાન્સ અને બી-ટાઉનમાં આવતી દરેક બાબતોને આવરીને સુપરહિટ ગીતો ચેટ શૉના ફોરમેટમાં દર્શાવવામાં આવશે.

શૉના આગામી એપિસોડમાં સારા અને કાર્તિક આર્યનના જીવનની ઝલક બતાવવામાં આવશે. કાર્તિક આર્યનનો જન્મદિવસ તેના ચાહકો તો ઉજવે જ છે. પણ આ વખતે કાર્તિકે તેની માતાનો જન્મદિવસ ઉજવવવા, તેને ખાસ બનાવવા તેની માતાને મિનિ કૂપર કન્વર્ટિબલ કાર ભેટમાં આપી એવું કહ્યું, આ બાબતે તેને પૂછવામાં આવ્યું કે તેની મમ્મીને કાર કેવી લાગી ત્યારે કાર્તિકે કહ્યું કે, "મને આ ખરેખર મજાક લાગે છે કે, હું મારી મમ્મી માટે કાર ખરીદીને લાવ્યો, પણ તે ક્યારેક જ વાપરી શકે છે, કારણકે તે કાર મોટાભાગે હું જ ચલાવું છું, એક દિવસે તો તેણે મને એવું પણ કહ્યું કે, કારને એક દિવસ માટે મૂકી દે, મારે વાપરવી છે. પણ મેં તેને કહી દીધું કે મને આ કાર એટલી બધી ગમે છે કે, હું તેને ચલાવવાનું બંધ કરી શકતો જ નથી."

બીજી તરફ પટૌદી પરિવારની સભ્ય, સારા અલી ખાન પણ મોટું નામ અને જેણે ગયા વર્ષે 'કેદારનાથ' સાથે બોલીવુડમાં પોતાનો ડેબ્યૂ કર્યો હતો. તેના પછી સિમ્બામાં પોતાની હાજરી નોંધાવી. શૉ દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું કે, કઈ રીતે તેના પિતા તેની પહેલી ફિલ્મની સ્ક્રીનિંગમાં હાજર રહી શક્યા ન હતા, અને એટલે તેમની માટે ખાસ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સારાનું પરફોર્મન્સ જોયા પછી તેના પિતાએ કહ્યું કે હવે તે મક્કમ રીતે માને છે કે સારા પોતાનું ધ્યાન રાખી શકે છે અને તેને સપોર્ટ કરવા માટે તેઓ હંમેશાં હાજર છે. અને તેને ખબર છે કે સારા કંઇક બેસ્ટ આપવા તરફ આગળ વધી રહી છે.

તો આ બધાં જ અનુભવો દર્શાવતો વીડિયો જુઓ પ્રૉ મ્યૂઝિક કાઉન્ટડાન શૉમાં જે આવશે 9 ફેબ્રુઆરી, રવિવારે સાંજે 6 વાગ્યે, ઝીટીવી પર.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK