આવા અંદાજમાં થશે દયાની ગ્રાંડ એન્ટ્રી...સેટ પરથી તસવીરો આવી સામે

Updated: Oct 19, 2019, 10:46 IST | મુંબઈ

તારક મહેતામાં દયાબેનની રી-એન્ટ્રીની ચર્ચા લાંબા સમયથી ચાલી આવે છે. ચાલો અમે તમને જણાવીએ કેવી રીતે તેઓ શોમાં પાછા ફરશે.

જેઠાલાલ અને દયા(તસવીર સૌજન્યઃ jeya.fanclub ઈન્સ્ટાગ્રામ)
જેઠાલાલ અને દયા(તસવીર સૌજન્યઃ jeya.fanclub ઈન્સ્ટાગ્રામ)

ટીવીના ટોપ શોમાં સામેલ એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લોકપ્રિય કિરદારમાંથી એક એટલે દયાબેન. જેમના શોમાં પાછા ફરવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી તેમની રી-એન્ટ્રીને લઈને સસ્પેન્સ છે. ત્યારે હવે એ સાફ થઈ ગયું છે કે શોમાં દિશા વાકાણીની વાપસી કેવી રીતે થશે. હાલમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ છે. તમે પણ જુઓ આ તસવીરને...

 
 
 
View this post on Instagram

Bestest episode of @tmkoc_ntf Cutest moments from yesterday's episode One of cutest conversation between jethu and daya Jethu : meri Chalak Chabutri 😍❤ Daya : Mere Bhole Bhalu 😍😂 This cute & cute expression of jethalal & daya exactly expression & reaction of #jeya fans 😍😍😍😍😍 Aakhirkar bahut lambe samay aur bahut lambe samay ke intezar ke baad yah pal Aaya hai aur bahut lambe samay ke Baad yah pal dekhne ko aakhirkar mil Gaya....jethalal and daya ke Sabse Pyari aur mithe pal ko dekhne ke liye kab se intezar kar lenge aur aakhirkar intezar khatam hua he. 1 sal ke lambe samay ke baad donon ke bich mein Pyari Pyari khatti meethi baten sunane ko Mili aur dekhne ko bhi Mili aur lambe samay ke bad donon ke bich mein NOK jhok Hui dekhne ko bhi Mili.. donon ki NOK jhok FIR se dekhne ko Mili maja aa Gaya.. ke bich mein NOK jhok dekhne ke liye intezar kar rahi thi.

A post shared by DILIP JOSHI & DISHA VAKANI🌍😍❤️ (@jeya.fanclub) onOct 18, 2019 at 1:32am PDT


તસવીરોમાં દિશા વાકાણી સાડીમાં નજર આવી રહ્યા છે તો જેઠાલાલ પરંપરાગત અવતારમાં કેડિયું અને પાઘડી સાથે છે. તસવીરમાં જોવા મળી રહ્યું છે કે દયા અને જેઠાલાલ વીડિયો ચેટ પર વાત કરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે દિશા વાકાણી દયાબેનનો રોલમાં પાછા આવવા માટે તૈયાર છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શોમાં તેમનો કેમિયો હશે અને આ તસવીરો એ સીનની છે.

આ પણ જુઓઃ Janki Bodiwala: છેલ્લો દિવસ ફૅમ એક્ટ્રેસની આ તસવીરો પરથી તમે નહીં હટાવી શકો નજર...

જણાવી દઈએ કે દિશા વાકાણી 2017થી શોમાં નથી દેખાયા. લગ્ન બાદ તેઓ મેટરનિટી લીવ પર હતા. દયાબેનના ચાહકો તેમના શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. થોડા સમય પહેલા એવા પણ અહેવાલો આવ્યા હતા કે તેઓ શોમાં પાછા ફરી રહ્યા છે. જો કે તેમના પતિ મયુરે બૉમ્બે ટાઈમ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મેકર્સ સાથે અમારી વાતચીત સમાધાન સુધી નથી પહોંચી. દિશાએ શોનો માત્ર એક ભાગ જ શૂટ કર્યો છે. મને આશા છે કે જલ્દી અમે કોઈ સમાધાન પર પહોંચીશું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK