Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કપિલ દેવના પરિવારની આ સભ્ય 83માં કરશે કામ

કપિલ દેવના પરિવારની આ સભ્ય 83માં કરશે કામ

27 March, 2019 06:58 PM IST |

કપિલ દેવના પરિવારની આ સભ્ય 83માં કરશે કામ

રણવીર સિંહ સાથે કપિલ દેવ

રણવીર સિંહ સાથે કપિલ દેવ


રણવીર સિંહ પોતાની આગામી ફિલ્મ '83'ની તૈયારીઓમાં વ્યસ્ત છે. એટલું જ નહીં તે સતત કપિલ દેવ સાથે વધુમાં વધુ સમય પસાર કરી રહ્યો છે જેથી તે કપિલ દેવ વિશે વધુ સારી રીતે અને તેમના ગુણ શીખી શકે.

કપિલ દેવની દીકરી આ ફિલ્મમાં કામ કરી રહી છે



હવે એવામાં કપિલ દેવ જ નહીં, પણ તેમના પરિવારમાંથી મુખ્ય સભ્ય પણ રણવીરની મદદ કરી રહી છે અને તે અન્ય કોઈ નહીં પણ તેમની દીકરી અમિયા છે, જે રણવીર સિંહની ઘણી મદદ કરી રહી છે. અમિયા ફિલ્મમાં અસિસ્ટેન્ટ ડાયરેક્ટર તરીકે જોડાયેલી છે. જો કે, ક્રિકેટર સંદીપ પાટિલના દીકરા ચિરાગ પાટિલે આ બાબત જણાવી છે કે તેની મુલાકાત તાજેતરમાં જ થઈ છે. અમિયા દિલ્હીથી છે અને ચિરાગ પાટિલ મુંબઈથી. અમિયા ચિરાગથી ઉંમરમાં નાની છે. ચિરાગે જ આ બાબતની જાણ કરી કે અમિયા બધાં જ સેશનમાં નિયમિતરૂપે ભાગ ભજવતી હતી. તે ફિલ્મમાં નિર્દેશન ટીમમાંથી છે. મહત્વની બાબત એ છે કે ચિરાગે પોતે એ વાત કહી કે તેમની દીકરી ફક્ત નિર્દેશનમાં જ પોતાના ઈનપુટ્સ આપે છે એવું નથી તે કૉસ્ચ્યુમ અને અન્ય શેડ્યૂલમાં પણ પોતાના ઈનપુટ્સ આપે છે.


આ પણ વાંચો : કેમ બાળકોને ઉખાણા પૂછતા હતા હ્રિતિક રોશન ?

83’ ફિલ્મ 2020માં રિલીઝ થશે


જણાવીએ કે આ ફિલ્મ આવતાં વર્ષે એટલે કે 2020માં રિલીઝ થશે. ફિલ્મની આખી ટીમ ટૂંક સમયમાં જ લંડન જશે અને ફિલ્મના પહેલા શેડ્યૂલની શૂટિંગ ત્યાં કરશે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ ભારતે પહેલી વાર જીતેલ વર્લ્ડકપ 1983ની સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મમાં રણવીર સિંહ ભારતના કેપ્ટન રહી ચૂકેલ કપિલ દેવની ભૂમિકા ભજવવાનો છે. આગળ જણાવ્યા મુજબ, કપિલ દેવનું પાત્ર ભજવનાર રણવીર સિંહને કપિલ દેવ પોતે ટ્રેનિંગ આપશે. તે પોતે જ રણવીર સિંહને જણાવશે કે કેવા હાવભાવ રહ્યાં હતા કેવી રીતે તેઓ બેટિંગ કે બોલિંગ કરતાં હતા. તેમની બોલિંગની એક્શન શું છે અને તે કયા લહેકામાં વાત કરતાં હતા. આ બધી બાબતો પર ખૂબ જ ઝીણવટપૂર્વક કામ કરશે કપિલ દેવ, એમ કહેવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2019 06:58 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK