Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેમ બાળકોને ઉખાણા પૂછતા હતા હ્રિતિક રોશન ?

કેમ બાળકોને ઉખાણા પૂછતા હતા હ્રિતિક રોશન ?

27 March, 2019 07:14 PM IST |

કેમ બાળકોને ઉખાણા પૂછતા હતા હ્રિતિક રોશન ?

હ્રિતિક રોશન (ફાઈલ ફોટો)

હ્રિતિક રોશન (ફાઈલ ફોટો)


હ્રિતિક રોશનની ફિલ્મ સુપર 30 ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં હ્રિતિક રોશન એક શિક્ષકના રોલમાં દેખાવાના છે. જે 30 બાળકોને IITની એન્ટ્રન્સ ટેસ્ટ માટે ભણાવે છે. આ ફિલ્મમાં હ્રિતિક રોશન પટનાના શિક્ષક આનંદ કુમારના રોલમાં દેખાશે.

ફિલ્મમાં હ્રિતિક રોશન અને તેમના સ્ટુડન્ટ્સનું બોન્ડિંગ શાનદાર છે. સેટ પર શૂટિંગ દરમિયાન પણ હ્રિતિક રોશન અને વિદ્યાર્થીઓ વચ્ચેની કેમેસ્ટ્રીની ચર્ચા ચાલી રહી છે. જો કે ઓન કેમેરાની સાથે સાથે ઓફ કેમેરા પણ હ્રિતિક બાળકો સાથે ખૂબ મસ્તી કરતા હતા.



શૂટિંગ દરમિયાન ફ્રી પડતા સમયમાં હ્રિતિક રોશન બાળકો સાથે ગેમ રમતા હતા. હ્રિતિક બાળકોને જુદા જુદા ઉખાણા પૂછતા અને બાળકોને જુદા જુદા ગ્રુપમાં વહેંચીને ટાસ્ક પૂરા કરવા આપતા હતા. મળતી માહિતી મુજબ હ્રિતિક રોશન રોજ એક અલગ ગેમ પ્લાન કરીને બાળકોને રમવા આપત હતા.


આ પણ વાંચોઃ દીપિકા પહેલા આ એક્ટર્સ પણ કરી ચૂક્યા છે લૂક ચેન્જ, જુઓ ફોટોઝ 

હ્રિતિક રોશનની સુપર 30 શૂટિંગ શરૂ થયું ત્યારથી જ ચર્ચામાં છે. સુપર 30 સ્પેશિયલ 30 નામના ગ્રુપ પર આધારિત સત્યઘટના છે. જેમાં આર્થિક રીતે પછાત બાળકોને IITની પ્રવેશ પરીક્ષા માટે ભણાવતા શિક્ષકની વાત છે. આ ફિલ્મમાં હ્રિતિક રોશનની સાથે સાથે મૃણાલ ઠાકુર, અમિત સઢ અને નંદીશ સંધુ દેખાશે. ફિલ્મ 26 જુલાઈ 2019ના રોજ રિલીઝ થઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2019 07:14 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK