ધ લાયન કિંગએ દસ દિવસમાં મારી સેન્ચુરી
ધ લાયન કિંગ
હૉલીવુડની ‘ધ લાયન કિંગ’એ રિલીઝનાં દસ દિવસમાં ૧૧૪.૨૭ કરોડનો બિઝનેસ કર્યો છે. ૧૯ જુલાઈએ રિલીઝ થયેલી આ ફિલ્મ આ સાથે જ ૧૦૦ કરોડનાં ક્લબમાં પણ સામેલ થઈ ગઈ છે. ‘ધ લાયન કિંગ’ ભારતમાં સૌથી વધુ બિઝનેસ કરનારી હૉલીવુડની ફિલ્મોમાં ચોથા ક્રમે છે. આ ફિલ્મે પહેલાં અઠવાડિયામાં ૮૧.૫૭ કરોડનો બિઝનેસ કર્યો હતો. બીજા વીકએન્ડ એટલે કે શુક્રવારે ૫.૩૫ કરોડ, શનિવારે ૧૨.૨૨ કરોડ અને રવિવારે ૧૫.૧૩ કરોડની સાથે ટોટલ ૧૧૪.૨૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ૨૬ જુલાઇએ કંગના રનોટ અને રાજકુમાર રાવની ‘જજમેન્ટલ હૈ ક્યા’ રિલીઝ થઈ હતી.
આ પણ વાંચો : બચ્ચન સરનેમ કઈ રીતે મળી એનો ખુલાસો કર્યો અમિતાભ બચ્ચને
ADVERTISEMENT
આ ફિલ્મે અત્યાર સુધી ૧૮.૯૦ કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મમાં કંગનાની ઍક્ટિંગની લોકો પ્રશંસા કરી રહ્યાં છે. આ ફિલ્મ સાથે જ ક્રિતી સૅનન અને દિલજિત દોસાંજની ‘અર્જુન પટિયાલા’ પણ રિલીઝ થઈ છે. જોકે આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર કંઈ ખાસ કમાલ નથી કરી રહી. ફિલ્મને ખાસ્સી સ્ટ્રગલ કરવી પડી રહી છે.