'ધ ફૅમિલી મૅન' ફેમ વેદાંત સિંહા બનશે બાળ આદિ શંકરાચાર્ય

Published: 5th October, 2020 13:17 IST | Nirali Dave | Mumbai

સ્ક્રિપ્ટ રાઇટર અને પ્રોડ્યુસર અનિરુદ્ધ પાઠક આદિ શંકરાચાર્ય પર વેબ-સિરીઝ બનાવવા જઈ રહ્યા છે

વેદાંત સિંહા
વેદાંત સિંહા

ઍમેઝૉન પ્રાઇમ પર આવેલી અને વખણાયેલી મનોજ વાજપેયી અભિનીત અને ડિરેક્ટર-ડ્યુઓ રાજ ઍન્ડ ડિકે દિગ્દર્શિત વેબ-સિરીઝ ‘ધ ફૅમિલી મૅન’માં મનોજ વાજપેયીના મસ્તીખોર અને વાચાળ પુત્ર અથર્વનું પાત્ર ભજવનાર બાળકલાકાર વેદાંત સિંહાને મોટો પ્રોજેક્ટ હાથ લાગ્યો છે.

‘દેવોં કે દેવ... મહાદેવ', 'સિયા કે રામ', 'મહાકુંભ' સહિતના શોની સિક્રપ્ટ લખનાર તથા 'ચંદ્રશેખર' અને 'દાસ્તાં-એ-મહોબ્બત: સલીમ અનારકલી' જેવા શોના પ્રોડ્યુસર અનિરુદ્ધ પાઠક ઓટીટી પ્લૅટફૉર્મ માટે એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છે. આ બિગ બજેટ પ્રોજેક્ટ આદિ શંકરાચાર્ય પર આધારિત છે, જેના ૬-૬ એપિસોડ્સની બે સિરીઝ બનશે. વાત એમ છે કે આ વેબ-સિરીઝમાં આદિ શંકરાચાર્યના બાળપણનું પાત્ર વેદાંત સિંહા ભજવવાનો છે. જાઝ, હિપ-હૉપ, બેલે, મૉડર્ન કન્ટેમ્પરરી સહિતના ડાન્સ-ફૉર્મ જાણતા વેદાંતે ‘ધ ફૅમિલી મૅન’ ઉપરાંત અરવિંદ અડિગાની બુક ‘ધ વાઇટ ટાઇગર’ પર નેટફ્લિક્સ માટે બનેલી એ જ નામની ફિલ્મમાં પણ કામ કર્યું છે. હવે રિલીઝ થનારી ‘ધ વાઇટ ટાઇગર’માં પ્રિયંકા ચોપડા અને રાજકુમાર રાવ સહિતના કલાકારો છે. ‘ધ ફૅમિલી મૅન’ની બીજી સીઝનમાં પણ તે દેખાવાનો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK