Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > TKMOC: 'જેઠાલાલ ગડા'નો બાયોડેટા જબરદસ્ત વાઈરલ, કોણે કર્યું આવું કામ?

TKMOC: 'જેઠાલાલ ગડા'નો બાયોડેટા જબરદસ્ત વાઈરલ, કોણે કર્યું આવું કામ?

08 August, 2020 02:55 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

TKMOC: 'જેઠાલાલ ગડા'નો બાયોડેટા જબરદસ્ત વાઈરલ, કોણે કર્યું આવું કામ?

જેઠાલાલ ગડા

જેઠાલાલ ગડા


સબ ટીવીનો સૌથી કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉ લોકોનું 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ જ કારણથી શૉની ટીઆરપી આજે પણ ઘણી સારી છે અને શૉના રિપીટ એપિસોડ્સ પણ ટીવી પર લોકો ઘણા આનંદથી જોતા હોય છે. ચાર મહિનાથી શૉની શૂટિંગ બધ હતી.

ચાર મહિના બાદ ટેલિવિઝન દુનિયામાં ફરીથી શૂટિંગ અને શૉઝના નવા એપિસોડ્સની વાપસી થઈ ગઈ છે. સબ ટીવી પર સૌનો લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પણ ટીવી પર નવા એપિસોડ્સ સાથે તમારું મનોરંજન કરવા તૈયાર છે. 22 જૂલાઈથી આ શૉની શરૂઆત થઈ ગઈ છે. શૉની શૂટિંગ પણ શરૂ થઈ ગઈ છે.



તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એકવાર ફરીથી લોકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. શૉના નવા એપિસોડ્સ શરૂ થતા જ સીરિયલ નંબર વન પર આવી ગઈ છે. હાલ સોશિયલ મીડિયા પર જેઠાલાલનો બાયોડેટા ઘણો વાઈરલ થઈ રહ્યો છે. તમે પણ જોઈ શકો છો અને એમનું જીવન દર્શન ખાસ વાંચવા જેવું છે. કરો એમના બાયોડેટા પર એક નજર.


તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં એક એવો શૉ છે બાર વર્ષથી ચાલી રહ્યો છે. હાલ સોશિયલ મીડિયા પર જેઠાલાલનો બાયોડેટા ઘણો વાઈરલ થઈ રહ્યો છે. બેંગ્લોરના એક રિઝ્યૂમ રાઈટરે જેઠાલાલનો એકદમ ફની બાયોડેટા બનાવ્યો છે. જે જોઈને ફૅન્સ ઘણા ખુશ થઈ ગયા છે અને આ વાઈરલ રિઝ્યૂમ પર ફૅન્સ જાત-જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.


જેઠાલાલ ચંપકલાલ ગડા...બસ નામ હી કાફી હૈ. તમે બધા જાણો જ છો કે તારક મહેતા શૉમાં જોવા મળતા જેઠાલાલ ચંપકલાલ ગડા એક બિઝનેસમેન છે અને તેમની ગડા ઈલેક્ટ્રોનિક્સ નામની પોતાની દુકાન છે. આ ગોકુલધામવાસીને હંમેશા અંગ્રેજી બોલવાના ફાફા હોય છે, પણ તે દિમાગથી કચ્છી વેપારી છે. જ્યાં મુસીબત હોય ત્યાં જેઠાલાલનું નામ સૌથી પહેલા આવે છે.

આ પણ વાંચો : 'તારક મહેતા...'ના આ બે પાત્ર સતત ચર્ચામાં, પણ આજ સુધી શૉમાં નથી દેખાયા

આ શૉના બધા પાત્રો દર્શકોનું ઘણું મનોરંજન કરાવે છે અને હાલ શૉએ 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. લૉકડાઉન બાદ તમે ફરીથી શૉનો નવા એપિસોડનો આનંદ લઈ શકો છો.

Whatsapp-channel Whatsapp-channel

08 August, 2020 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK