Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > TMKOC: ભીડે માસ્ટરે કરી મોટી જાહેરાત, વીડિયો પોસ્ટ કરીને આપી આ જાણકારી

TMKOC: ભીડે માસ્ટરે કરી મોટી જાહેરાત, વીડિયો પોસ્ટ કરીને આપી આ જાણકારી

28 September, 2020 12:36 PM IST | Mumbai
Sheetal Patel

TMKOC: ભીડે માસ્ટરે કરી મોટી જાહેરાત, વીડિયો પોસ્ટ કરીને આપી આ જાણકારી

મંદાર ચાંદવાડકર

મંદાર ચાંદવાડકર


સબ ટીવીનો સૌથી કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉ લોકોનું 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ જ કારણથી શૉની ટીઆરપી નંબર વન પર આવી ગઈ છે અને શૉના રિપીટ એપિસોડ્સ પણ ટીવી પર લોકો ઘણા આનંદથી જોતા હોય છે. ચાર મહિનાથી શૉની શૂટિંગ બંધ હતી. શૉના દરેક મુદ્દાઓને ઘણા મસ્તીભરેલા અંદાજમાં દર્શાવવામાં આવે છે. લૉકડાઉન બાદ શૉના નવા એપિસોડ્સે ધમાલ મચાવી દીધી છે. ટીઆરપી ચાર્ટમાં પણ આ શૉ સૌથી ઊંચો રહ્યો છે અને શૉના કેરેક્ટર પણ ઘણા છવાયેલા છે. શૉમાં આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર ભજવનારા મંદાર ચાંદવાડકરે (mandar Chandwadkar) હાલ પલક સિધવાની (Palak Sidhwani) ઉર્ફે સોનૂ ભીડેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી મહત્વની જાહેરાત કરી છે.




ભીડે માસ્ટરનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ થયું હૅક

સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઈન્સ્ટાગ્રામ પર મંદાર ચાંદવાડકરે પલક સિધવાની ઉર્ફે સોનૂ ભીડેના ઈન્સ્ટાગ્રામ આઈડીથી એક વીડિયો પોસ્ટ કર્યો છે અને વીડિયોમાં ભીડેએ જણાવ્યું કે છેલ્લા ચાર દિવસથી તેઓ @realmandarchandwadkar અકાઉન્ટનું સંચાલન કરી શકતા નથી, કારણકે કોઈએ એમનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ કાદચ હૅક કર્યું છે. સાથે તેમણે જણાવ્યું છે કે જો મારા આઈડી તમને કોઈ મેસેજ આવે છે તો, ધ્યાનમાં રાખજો એ હું નથી કરી રહ્યો અને મારું અકાઉન્ટ હૅક થઈ ગયું છે. જ્યારે મારૂં પર્સનલ અકાઉન્ટ બરાબર થઈ જશે, ત્યારે હું તમને મારા અકાઉન્ટથી આવી રીતે વીડિયો પોસ્ટ કરીને ખાતરી આપીશ.. આભાર


આ પણ જુઓ : Munmun Dutta: જેઠાલાલની 'બબીતાજી' છે આટલી સુંદર અને ગ્લેમરસ, જુઓ ફોટોઝ

તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉએ 3000 એપિસોડ પૂરા કર્યા છે. આ ખાસ દિવસને લઈને શૉના પ્રોડ્યૂસરે પહેલાથી જ સોશિયલ મીડિયા દ્વારા આ વાતની ખુશી વ્યક્ત કરી હતી. તેમ જ આ ખુશી માટે એક પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ શૉના દરેક પાત્રોએ પોતાના ફૅન્સના દિલમાં એક જગ્યા બનાવી લીધી છે. આ શૉની ખાસ વાત એ છે કે શૉના બધા કલાકારોની એક અલગ ફૅન ફૉલોઈંગ છે. શૉમાં જેઠાલાલ અને દયાબેનના પાત્રએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે.

Whatsapp-channel Whatsapp-channel

28 September, 2020 12:36 PM IST | Mumbai | Sheetal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK