Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડૅડીની ગર્લ તાપસી પન્નુ

ડૅડીની ગર્લ તાપસી પન્નુ

21 February, 2020 01:44 PM IST | Mumbai Desk

ડૅડીની ગર્લ તાપસી પન્નુ

ડૅડીની ગર્લ તાપસી પન્નુ


તાપસી પન્નુએ તેની ‘થપ્પડ’નો એક ફોટો તેના ઑન-સ્ક્રીન ડૅડી કુમુદ મિશ્રા સાથે શૅર કર્યો હતો. આ ફિલ્મમાં તેના પાત્રનું નામ અમ્રિતા છે. ૨૮ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી ડિરેક્ટર અનુભવ સિંહાની આ ફિલ્મમાં પવેલ ગુલાટી લીડ રોલમાં છે. કુમુદ મિશ્રા સાથેનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને તાપસીએ ટ્વીટ કર્યું હતું કે ‘પિતાની દીકરી બનીને રહેવાથી દરેક વસ્તુ સરળ બની જાય છે. જોકે અમ્રિતા માટે એ અઘરું છે. વાસ્તવિકતા એ છે કે તે વિચારતી હતી કે તેનો પાર્ટનર તેના ડૅડી જેવો હશે. એના કારણે તેને વધુ આશાઓ બંધાઈ હતી. જોકે જ્યારે સંબંધોમાં તનાવ વધ્યો તો તેને એમાંથી ઉગારવા માટે પિતા હાજર હતા. પિતા-પુત્રીના આ સુંદર સંબંધોના સાક્ષી બનો.’

કામ શરૂ કર્યા બાદ હું પિતૃસત્તાનો ખરો અર્થ સમજી શકી છું : તાપસી પન્નુ
તાપસી પન્નુને પિતૃપ્રધાનતાનો ખરો અર્થ કામ શરૂ કર્યા બાદ સમજાયો છે. તાપસીએ ‘પિંક’, ‘મુલ્ક’ અને ‘સાંડ કી આંખ’ જેવી ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો હતો. તે હવે ૨૮ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી ‘થપ્પડ’માં જોવા મળવાની છે. પિતૃસત્તા વિશે પોતાના વિચાર જણાવતાં તાપસીએ કહ્યું હતું કે ‘વર્તમાન વર્ષોમાં કામ કર્યા બાદ હું પિતૃસત્તાનો અર્થ સમજી છું. ઉદાહરણ તરીકે જો ડૅડી એમ કહે કે તું બહાર ન જઈ શકે તો તમે સામો સવાલ ન કરી શકો. તમારી મમ્મી તમારા પક્ષમાં હોય, પરંતુ તે ફક્ત ઘરની જવાબદારી સંભાળે છે એથી એ બાબત વધુ મહત્ત્વ નથી રાખતી. તમારે રાતના ૮ વાગ્યે તો ઘરે હાજર થવું જ પડે, કારણ કે છોકરાઓ બેફામ ફરતા હોય છે.’



જર્મન થ્રિલર રન લોલા રનની હિન્દી રીમેક લૂપ લપેટાની જાહેરાત કરી તાપસી પન્નુએ
તાપસી પન્નુએ જર્મન થ્રિલર ‘રન લોલા રન’ની હિન્દી રીમેક ‘લૂપ લપેટા’ની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં તેની સાથે તાહિર રાજ ભસીન પણ જોવા મળશે. આકાશ ભાટિયા એને ડિરેક્ટ કરશે. એની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરતાં તાપસીએ કૅપ્શન આપી હતી કે ‘મારી હજી એક ફિલ્મની જાહેરાત કરું છું. હું સફળતાથી ખુશ છું અથવા તો એમ કહી શકું કે હું લૂપમાં છું? હું ખૂબ જ ખુશ છું કે સોની પિક્ચર્સ ઇન્ડિયા અને એલિપ્સિસ એન્ટરટેઇનમેન્ટ ક્રેઝી થ્રિલર-કૉમેડી લઈને આવે છે. ‘લૂપ લપેટા’ કલ્ટ ક્લાસિક ‘રન લોલા રન’ની હિન્દી રીમેક છે. મારા ડિરેક્ટર આકાશ ભાટિયા, મારા કો-સ્ટાર તાહિર રાજ ભસીન અને પૂરી ટીમ સાથે આ રોલર-કોસ્ટર માટે ખૂબ આતુર છું. ૨૦૨૧ની ૨૯ જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થવાની છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2020 01:44 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK