Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંતની બહેને શૅર કરી બાળપણની તસવીર, સાથે લખી આ ભાવનાત્મક પોસ્ટ

સુશાંતની બહેને શૅર કરી બાળપણની તસવીર, સાથે લખી આ ભાવનાત્મક પોસ્ટ

03 August, 2020 02:55 PM IST | Mumbai Desk
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

સુશાંતની બહેને શૅર કરી બાળપણની તસવીર, સાથે લખી આ ભાવનાત્મક પોસ્ટ

સુશાંતની બહેને શૅર કરી તસવીર સાથે ભાવુક પોસ્ટ

સુશાંતની બહેને શૅર કરી તસવીર સાથે ભાવુક પોસ્ટ


બોલીવુડ એક્ટર(Bollywood Actor) સુશાંત સિંહ(Sushant Singh Rajput)ના સુસાઇડ(Suicide) પછી દેરક જણ તેમને યાદ કરે છે. તો , તેની બહેન શ્વેતા કીર્તિ સિંહ(Shweta Kirti Singh) સોશિયલ મીડિયા(Social Media) પર ખૂબ જ એક્ટિવ છે. શ્વેતાએ ફક્ત પોતાના ભાઈની યાદ જ શૅર નથી કરતી, પણ સાથે સાથે આ કેસમાં તપાસને લઈને પણ પોતાનો અવાજ ઉઠાવી રહી છે. શ્વેતાએ હાલ ઘણી પોસ્ટ શૅર કરી છે, જેમાં પોતાના ભાઈ સુશાંતને યાદ કર્યો છે અને તેના ફોટોઝ અને વીડિયો પણ શૅર કર્યા છે. આજે રક્ષાબંધન(Rakshabandhan)ના અવસરે બહેનને પોતાના ભાઈની યાદ આવી રહી છે.

શ્વેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સુશાંત સિંહ રાજપૂતની બાળપણની રંક્ષાબંધનની તસવીર શૅર કરી છે. સાથે જ સુશાંત માટે એક ઇમોશનલ નોટ પણ શૅર કરતાં લખ્યું છે કે તે હંમેશાં તેને યાદ રાખશે. શ્વેતાએ લખ્યું કે, "હેપી રક્ષાબંધન મારા પ્યારા ભાઈ... અમે તમને ખૂબ જ પ્રેમ કરતાં હતા અને હંમેશાં કરતાં રહેશું... તું હતો, તું છે અને તું હંમેશાં અમારો ગર્વ રહીશ."




તો, શ્વેતાના નામે એક ટ્વિટર અકાઉન્ટ પણ છે, જેના પરથી રક્ષાબંધનના અવસરે એક પોસ્ટ શૅર કરી છે, આ પોસ્ટમાં શ્વેતાએ લખ્યું છે કે, "પાછાં આવી જાઓ ભાઈ, આજે તમારી ખૂબ જ યાદ આવી રહી છે." સુશાંતની બહેન પોતાના ભાઈને ન્યાય અપાવવા માટે સતત સોશિયલ મીડિયા પર મોહિમ ચલાવી રહી છે. તેમણે તાજેતરમાં જ વડાપ્રધાનને ટૅગ કરતા આ કેસમાં સીબીઆઇ તપાસની માગ કરી છે.


જણાવવાનું કે વર્તમાન સમયમાં બહેન શ્વેતા કૃતિ સિંહ અમેરિકા, રાની સિંહ ફરીદાબાદ, અને મીતૂ સિંહ મુંબઈમાં રહે છે. હવે રક્ષાબંધનના અવસરે તેની બહેન તેને યાદ કરી રહી છે. સાથે જ પોલીસ તપાસમાં પણ મદદ કરીને સુશાંતના સુસાઇડનું કારણ શોધવાનો પ્રયત્ન કરી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

03 August, 2020 02:55 PM IST | Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK