સની લીઓની અને પૂજા ભટ્ટ વચ્ચે થઈ ગયો છે મોટો પંગો

Published: 23rd November, 2012 02:55 IST

આને કારણે હવે ‘જિસ્મ ૩’માં બન્ને સાથે કામ નથી કરવાનાં



‘જિસ્મ ૨’માં પ્રોડ્યુસર અને ડિરેક્ટર પૂજા ભટ્ટે પૉર્નસ્ટાર સની લીઓનીને મુખ્ય હિરોઇન તરીકે સાઈન કરીને ધમાકો મચાવી દીધો હતો. જોકે આ ફિલ્મની સફળતા પછી ‘જિસ્મ ૩’માં પૂજાએ સનીને સાઇન ન કરતાં બન્ને વચ્ચે સમસ્યા હોવાની ચર્ચા હતી અને હવે આ ચર્ચા આખરે સાચી હોવાની ખબર પડી છે. મળતી માહિતી પ્રમાણે સની અને પૂજા વચ્ચે ‘જિસ્મ ૨’ના નિર્માણ વખતથી જ સમસ્યાની શરૂઆત થઈ હતી. સનીને લાગતું હતું કે તે અનુભવી હોવા છતાં પૂજા તેની સાથે નવોદિતો જેવું જ વર્તન કરે છે, જ્યારે પૂજાને લાગતું હતું કે સનીના મગજમાં રાઈ ભરાઈ ગઈ છે.

સની સાથેના સંબંધો વિશે સ્પષ્ટતા કરતાં પૂજા કહે છે, ‘સની મારી મિત્ર નથી. ઇન્ડસ્ટ્રીમાં ૨૩ વર્ષ ગાળ્યાં બાદ હું જેની સાથે કામ કરું એ દરેક સાથે મિત્રતા રાખું એ જરૂરી નથી. હું અને સની અમારું કામ સારી રીતે થઈ શકે એટલાં નિકટ હતાં. હિન્દી ફિલ્મના ઇતિહાસમાં પહેલી વાર કોઈ પૉર્નસ્ટારને મેઇનસ્ટ્રીમમાં કામ કરવાની તક મળી છે. લોકો મારા પર આરોપ મૂકે છે કે મેં તેને પોતાની ટૅલન્ટ દેખાડવાની પૂરતી તક નથી આપી. આખરે હું ૪૦ વર્ષની મહિલા છું અને તે મારાથી થોડી નાની છે. જ્યાં સુધી ‘જિસ્મ ૩’નો સવાલ છે તો સનીને ક્યારેય આ ફિલ્મમાં લેવાનું આયોજન હતું જ નહીં. ‘જિસ્મ’ની સિરીઝની દરેક ફિલ્મ દ્વારા અમે દેશને એક ફૅન્ટસી આપીએ છીએ. ‘જિસ્મ ૨’માં પણ અમે ઓરિજિનલ ફિલ્મમાં કામ કરનારી બિપાશા બાસુને સાઇન નહોતી કરી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK