સની લીઓનીએ સાઇન કરી પાંચ કરોડમાં ત્રણ ફિલ્મો
‘જિસ્મ ૨’થી લાઇમલાઇટમાં આવેલી પૉર્નસ્ટાર સની લીઓની હાલમાં એકતા કપૂર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી ‘રાગિની એમએમએસ’ની સીક્વલના શૂટિંગમાં વ્યસ્ત છે. ખબર પડી છે કે સનીએ હાલમાં ત્રણ ફિલ્મોની ડીલ પાંચ કરોડ રૂપિયાની ફી લઈને સાઇન કરી છે અને ‘રાગિની એમએમએસ’નું શૂટિંગ પૂરું થશે કે તરત આ ફિલ્મોનું શૂટિંગ શરૂ કરવામાં આવશે.
આ મુદ્દે વાત કરતાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની એક વ્યક્તિ કહે છે, ‘પરાગ સંઘવીની પ્રોડક્શન કંપનીએ સનીને ‘જિસ્મ ૨’ની ધમાકેદાર એન્ટ્રી પછી ત્રણ ફિલ્મની ડીલ માટે સાઇન કરી છે. તે ૨૦૧૩ના બીજા તબક્કામાં પહેલી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે અને પછી બાકીની ફિલ્મો શૂટ કરવામાં આવશે. આ ફિલ્મના વિષયની પસંદગી પ્રોડક્શન હાઉસ અને હિરોઇન મળીને કરશે.’