Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી જાતને પૂરવાર કરવા માટે મારા સ્ટન્ટ્સ હું પોતે જ કરતો: સુનીલ શેટ્ટી

મારી જાતને પૂરવાર કરવા માટે મારા સ્ટન્ટ્સ હું પોતે જ કરતો: સુનીલ શેટ્ટી

08 September, 2019 10:09 AM IST | મુંબઈ

મારી જાતને પૂરવાર કરવા માટે મારા સ્ટન્ટ્સ હું પોતે જ કરતો: સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટી


સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે પોતાને સાબિત કરવા માટે તેનાં સ્ટન્ટ્સ પોતે જ કરતો હતો. આ વિશે જણાવતાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે ‘મેં કદી સ્વપ્નેય નહોતું વિચાર્યું કે હું જોખમી સ્ટન્ટ્સ કરીશ. મેં આ સ્ટન્ટ્સ કર્યા કારણ કે મારી પહેલી ફિલ્મ સફળ થયા બાદ એક ક્રિટીક જે એ સમયમાં પાવરફૂલ હતો તેણે મને ‘લાકડાનો મટિરીયલ’ કહ્યો હતો. સાથે જ તેણે મને એમ પણ કહ્યું હતું કે મારે મારી ફૅમિલીનો રેસ્ટોરાંનો બિઝનેસ સંભાળવો જોઈએ. એને મેં એક ચૅલેન્જ તરીકે સ્વીકારી હતી. મેં મારી જાતને કહ્યું કે મારે કંઈક એવુ કરવુ જોઈએ કે જેમાં હું અલગ તરી આવુ.

આ પણ વાંચો : ધર્મેન્દ્રનો ખુલાસો, 'આનંદ' ફિલ્મ ન મળતાં ડિરેક્ટરને આ રીતે કર્યા હેરાન



મને હજી પણ યાદ છે કે મારી પહેલી ફિલ્મમાં મેં આગનો સ્ટન્ટ કર્યો હતો, જેમાં સ્વિમીંગ પૂલની નજીક હું બાઇક પર બેઠો હતો. હું ખૂબ જ ડરી રહ્યો હતો કારણ કે એ ખૂબ જોખમી હતું. જોકે મેં એ એટલા માટે કર્યું કારણ કે મારે મારી જાતને સાબિત કરવાની હતી.’


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2019 10:09 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK