Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > યે જાદુ હૈ જિન કાની બનશે સીક્વલ?

યે જાદુ હૈ જિન કાની બનશે સીક્વલ?

03 December, 2019 11:05 AM IST | Mumbai

યે જાદુ હૈ જિન કાની બનશે સીક્વલ?

યે જાદુ હૈ જિન કા

યે જાદુ હૈ જિન કા


સ્ટાર પ્લસ પર આવતા શો ‘યે જાદુ હૈ જિન કા’ની સીક્વલની તૈયારીઓ ચાલી રહી છે એવી ચર્ચા ચાલી રહી છે. આ એક ફિક્શન શો છે જેને પરીઓની કહાની પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવ્યો છે. આ શોમાં નવાબ અને તેનું એકદમ અલગ ટ્રાન્સફૉર્મેશન દર્શકોને પસંદ પડ્યું હતું. આ શોને સારા એવા ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ્સ મળી રહ્યા છે. આ શો છેલ્લા ઘણા સમયથી ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ્સના ચાર્ટમાં ટૉપ ફાઇવમાં છે. જોકે હાલમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આ શોને જલદી બંધ કરવામાં આવશે, પરંતુ સૂત્રોનું માનીએ તો આ શોની સીક્વલ પર કામ ચાલી રહ્યું છે. આ શોની લોકપ્રિયતા જોઈને એને સિરીઝમાં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ શોના મેકર્સ ઘણા સમયથી સ્ટોરી પણ કામ કરી રહ્યા હતા અને હવે તેમને દર્શકોની આશાઓ પર ખરા ઊતરવા માટે સ્ટોરી મળી ગઈ હોવાની ચર્ચા છે. પહેલા શોમાં ગ્રાફિક્સનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ બીજા શોમાં એને વધુ એક અલગ ઊંચાઈએ લઈ જવામાં આવશે. આ માટે તૈયારીઓ પણ પુરજોશમાં ચાલી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2019 11:05 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK