રંજુ કી બેટિયાં રાજપીપળામાં
રીના કપૂર
દંગલ ચૅનલ પર શરૂ થનારા નવા શો ‘રંજુ કી બેટિયાં’નું શૂટિંગ ગુજરાતના રાજપીપળામાં શરૂ થયું. ‘રંજુ કી બેટિયાં’માં રંજુનું લીડ કૅરૅક્ટર રીના કપૂર ભજવે છે. રીના કપૂરે કહ્યું કે ‘રાજપીપળામાં શૂટ કરવાનું નક્કી થયું ત્યારે જ મારી આંખ સામે હવેલી, નાની સડક અને મોટા મનના માણસો આવી ગયા હતા. રાજપીપળા હું અગાઉ ક્યારેય ગઈ નહોતી, પણ એની વાતો મેં બહુ સાંભળી હતી એટલે રાજપીપળા જવાની વાતે જ મને એક્સાઇટ કરી દીધી હતી.’
રાજપીપળામાં રંજુ સાથે તેની ચાર દીકરીઓએ પણ શૂટ કર્યું. ચાર દીકરી સાથે એક મા કેવા સંબંધ ધરાવે છે અને દીકરીઓ માટે મા કઈ હદે જઈ શકે છે તો મા માટે દીકરીઓ પણ કયા સ્તર સુધી જાતને ભૂલી શકે છે એની વાત ‘રંજુ કી બેટિયાં’માં દેખાડવામાં આવી છે. રીના કહે છે, ‘શો ‘રંજુ કી બેટિયાં’ માત્ર ઇમોશન્સની વાત નથી કરતો, પણ ઇમોશન્સમાં પ્રૅક્ટિકલિટી જોડવી પણ જરૂરી છે એ વાત પણ એ સમજાવે છે, જે બહુ મહત્ત્વનું છે.’