સલમાન ખાન અને શાહરુખ ખાન વચ્ચે વર્ષોથી દુશ્મની ચાલી આવે છે અને બન્ને શક્ય હોય ત્યાં સુધી એકબીજા સામે આવવાનું ટાળે છે. જોકે છેલ્લા કેટલાક દિવસોમાં એક કરતાં વધુ વખત એïવી સિચુએશન ઊભી થઈ છે જ્યારે બન્ને સામસામે આવી ગયા હોય. સૌથી પહેલાં જુલાઈમાં સુપરસ્ટાર રાજેશ ખન્નાની અંતિમયાત્રામાં તેઓ એકબીજા સામે આવી ગયા હતા અને બીજો પ્રસંગ બન્યો ઑક્ટોબરમાં. દિગ્ગજ ફિલ્મસર્જક યશ ચોપડાનું ૨૧ ઑક્ટોબરે અવસાન થતાં ૨૨ ઑક્ટોબરે તેમનાં અંતિમ દર્શન માટે બૉલીવુડ સાથે સંકળાયેલી વ્યક્તિઓએ યશરાજ સ્ટુડિયોમાં હાજરી આપી હતી ત્યારે ફરી આ બે કટ્ટર દુશ્મનો આમનેસામને આવી ગયા હતા.
આ ઘટનાક્રમ વિશે વાત કરતાં ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિ કહે છે, ‘યશ ચોપડાના મૃતદેહને યશરાજ સ્ટુડિયોમાં લાવવામાં આïવ્યો ત્યારથી શાહરુખ એક ક્ષણ માટે પણ તેમનાથી દૂર નહોતો થયો. આવા સંજોગોમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની બીજી વ્યક્તિઓની જેમ સલમાન જ્યારે યશ ચોપડાને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો ત્યારે શાહરુખ ત્યાં જ હાજર હતો. યશ ચોપડાનાં પત્ની પમેલા મૃતદેહ પાસે શાહરુખની નજીક જ બેઠાં હતાં એ વખતે સલમાન તેમની પાસે ગયો હતો ત્યારે સલમાન તથા શાહરુખ સામસામે આવી ગયા હતા. જોકે સદ્નસીબે કૅટિરના કૈફે મધ્યસ્થી કરીને બાજી સંભાળી લીધી હતી. તે આગળ આવીને સલમાનને પમેલાની નજીક દોરી ગઈ હતી અને શાહરુખ ત્યાંથી ખસીને પોતાના આઇપૅડ પર વ્યસ્ત બની ગયો હતો.’
Rubina Dilaikની આ તસવીર જોઈને ફૅન્સ થયા હેરાન, ફોટો જોરદાર વાઈરલ
22nd January, 2021 14:50 ISTરાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈને પૂરી સલામતી વ્યવસ્થા સાથે થિયેટર્સમાં રિલીઝ કરવાની વાત કહી છે સલમાને
20th January, 2021 17:14 ISTRadhe Release Date Confirmed: ઈદ પર આવી રહી છે સલમાન ખાનની ફિલ્મ
19th January, 2021 18:37 IST