Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મહેશબાબૂ અને પત્ની નમ્રતાએ કંઇક આવી રીતે ઊજવી લગ્નની 14મી એનિવર્સરી

મહેશબાબૂ અને પત્ની નમ્રતાએ કંઇક આવી રીતે ઊજવી લગ્નની 14મી એનિવર્સરી

13 February, 2019 05:45 PM IST |

મહેશબાબૂ અને પત્ની નમ્રતાએ કંઇક આવી રીતે ઊજવી લગ્નની 14મી એનિવર્સરી

મહેશ બાબુ (ફાઇલ ફોટો)

મહેશ બાબુ (ફાઇલ ફોટો)


સુપરસ્ટાર મહેશબાબૂ અને પત્ની નમ્રતા શિરોડકરે તાજેતરમાં જ પોતાના લગ્નની 14મી એનિવર્સરી ઊજવી હતી. આ પ્રેમી જોડું હંમેશાં પોતાની પ્રેમકહાણી અને જીવનમાં એકબીજાનું સમર્થન કરવાની રીતથી દેશભરમાં પ્રશંસકોનું દિલ જીતે છે.

મહેશબાબૂ ઘણીવાર સામાજિક કાર્યો સાથે સંકળાયેલા રહે છે. તેઓ નિયમિત રીતે ઘણા સામાજિક કાર્યો અને ગતિવિધિઓમાં વ્યક્તિગત રીતે સામેલ છે અને આ વખતે આ જોડીએ 650 દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને બપોરનું ભોજન જમાડીને પોતાની એનિવર્સરી સેલિબ્રેટ કરી.




નેત્રહીન બાળકોને જમાડીને મહેશબાબૂ અને નમ્રતાએ સેલિબ્રેટ કરી એનિવર્સરી

 


અભિનેતા સાથે જોડાયેલા નજીકના સૂત્રએ ખુલાસો કરતા જણાવ્યું કે, "મહેશ અને નમ્રતા ઘણીવાર સામાજિક કાર્યોમાં ભાગ લેતા રહે છે. તેઓ હંમેશાં ગરીબ અને વિકલાંગ લોકો/બાળકોની સહાયતા કરવામાં વિશ્વાસ રાખે છે. તેમની સૌથી મોટી તાકાત એક જેવા વિચારો છે. એટલે શાનદાર પાર્ટી કરવાને બદલે મહેશનો વિચાર હતો કે તેઓ નેત્રહીન બાળકોને બપોરનું ભોજન જમાડે. તેમની સાથે જ બેસીને તેમણે પોતાની એનિવર્સરીનું ભોજન પણ ખાધું."

આ જ પ્રકારનો કાર્યક્રમ બેગમપેટમાં દેવનાર સ્કૂલ ઑફ બ્લાઇન્ડના વિદ્યાર્થીઓ માટે પણ આયોજિત કરવામાં આવ્યો હતો. સ્ટારજોડીએ દાન માટે પોતાની કમાણીનો એક હિસ્સો પણ દાન કર્યો છે.

સુપરસ્ટાર મહેશબાબૂની લોકપ્રિયતા ફક્ત સાઉથ માર્કેટમાં જ નહીં પરંતુ આખા દેશમાં અને સાથે જ વિદેશોમાં પણ ફેલાયેલી છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ભારત એન નેનુ' નામની રાજકીય થ્રિલરને શાનદાર સમીક્ષા મળી હતી અને તે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંથી એક હતી. એટલું જ નહીં, બોલિવુડન ફિલ્મો સહતિ આ 2018ની સૌથી મોટી હિટ હતી. હાલમાં મહેશ પોતાની 25મી ફિલ્મ મહર્ષિનું શૂટિંગ કરી રહ્યા છે જેમાં પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

13 February, 2019 05:45 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK