મુંબઈમાં ઇબોલા વાઇરસને ફેલાતો અટકાવશે શ્રીકાંત અને બશીર

Published: 2nd December, 2020 15:25 IST | Nirali Dave | Mumbai

સોની લિવની શ્રીકાંત બશીર નામની સિરીઝમાં ઇબોલા વાઇરસને ફેલાતો અટકાવવા ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડના બે ઑફિસર કમર કસતા જોવા મળશે

શ્રીકાંત અને બશીર
શ્રીકાંત અને બશીર

૨૦૨૦ ‘કોરોના-વર્ષ બન્યું છે ત્યારે એક સમયે એવી વાતો પણ થતી કે આ વાઇરસને દુશ્મનાવટના હેતુથી ગણતરીપૂર્વક ફેલાવવામાં આવ્યો છે. એ વિશ ભવિષ્યમાં વેબ-સિરીઝ બને તો નવાઈ નહીં, પણ હાલમાં તો સોની લિવ પ્લૅટફૉર્મ માટે ઇબોલા વાઇરસને લઈને ઍક્શન-પૅક્ડ ફિક્શન સિરીઝ બનાવવામાં આવી છે. ‘શ્રીકાંત બશીર’ નામની આ સિરીઝમાં જોવા મળશે કે કઈ રીતે દુશ્મન દેશ મુંબઈમાં ઇબોલા વાઇરસ ફેલાવે છે અને મુંબઈ ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડના બે શ્રેષ્ઠ ઑફિસર અને પાર્ટનર શ્રીકાંત અને બશીર શહેરને બચાવવાનું મિશન પાર પાડે છે.

શ્રીકાંત (ગશ્મીર મહાજની) એવો ઑફિસર છે જે કોઈ રૂલ ફૉલો કરવામાં નથી માનતો અને સામે બશીર (યુધિષ્ઠિર સિંહ) નિયમોનું પાલન કરીને કામ કરવામાં માને છે. વ્યક્તિગત વિરોધાભાસ હોવા છતાં બન્નેનું મિશન એક જ છે એટલે તેમની મૈત્રી અને મતમતાંતરની વાત આ સિરીઝમાં

જોવા મળશે. ગશ્મીર મહાજની અને યુધિષ્ઠિર સિંહ ઉપરાંત શોમાં પૂજા ગોર, મંત્રા, વિવાના સિંહ, રોહિત ચૌધરી વગેરે કલાકારો છે. ‘શ્રીકાંત બશીર’ ૧૧ ડિસેમ્બરે સોની લિવ પર રિલીઝ થવાની છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK