સાઉથમાં સોનમની સફર શરૂ

Published: 22nd November, 2011 09:57 IST

બૉલીવુડના કલાકારો દ્વારા સાઉથમાં પણ ફિલ્મોમાં કામ કરવાનો ઉત્સાહ ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. સોનમ કપૂર બૉલીવુડનું લેટેસ્ટ ઉદાહરણ છે. તેણે થોડા સમય પહેલાં જ કહ્યું હતું કે તે સાઉથની ફિલ્મોમાં કામ કરવા માગે છે અને તેને ઑફર્સ પણ આવવાની શરૂ થઈ ગઈ હતી.

 

ઘણી સ્ક્રિપ્ટ્સને વાંચ્યા પછી હવે તેણે ‘ગજની’ના ડિરેક્ટર એ. આર. મુરુગાદોસની તામિલ ઍક્શન-ફિલ્મ ‘માલઈ નેરથુ મઝઇથુલી’માં કામ કરવાનો નિર્ણય લીધો છે. તે સાઉથના સુપરસ્ટાર વિજય સાથે આ ફિલ્મમાં જોવા મળશે.

આ ફિલ્મના શૂટિંગની શરૂઆત પણ હજી નથી થઈ ત્યાં બૉલીવુડમાંથી પણ સ્ક્રિપ્ટના રાઇટ્સ ખરીદી લેવામાં આવ્યા છે. અક્ષયકુમારને લીડ ઍક્ટર તરીકે ચમકાવતી આ રીમેકમાં પણ સોનમ જ જોવા મળે એ પણ લગભગ નિશ્ચિતજ ગણાઈ રહ્યું છે.

જ્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ લખાતી હતી ત્યારે જ સાઉથના પ્રોડ્યુસરોને ઇચ્છા હતી કે જો સોનમ તામિલ ફિલ્મ કરવા તૈયાર હોય તો તેને જ આ રોલ ઑફર કરવામાં આવે. તેમને લાગતું હતું કે રોલ માટેની બધી જરૂરિયાતો સોનમ પૂરી કરી શકે છે. સોનમે પણ સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ તરત જ આ ફિલ્મને સ્વીકારી લીધી હતી. જોકે હજી તેણે કૉન્ટ્રૅક્ટ સાઇન નથી કર્યો, પણ એ ઔપચારિકતા પણ ટૂંક સમયમાં જ પૂરી થઈ જશે. ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં જ થશે અને ૨૦૧૨માં જ એ રિલીઝ કરવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK