સોનમ કપૂર છે મિલ્ખા સિંહની સીક્રેટ પ્રેમિકા

Published: 3rd October, 2011 20:18 IST

ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મેહરા ફ્લાઇંગ સિખનું બિરુદ મેળવનાર દોડવીર મિલ્ખા સિંહના જીવનકથા જેવી ‘ભાગ મિલ્ખા સિંહ’ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તર અને સોનમ કપૂરને સાઇન કરવામાં આવ્યાં ત્યારે પહેલાં એમ લાગ્યું હતું કે સોનમ દોેડવીરની પત્ની નર્મિલા કૌરનો રોલ ભજવી રહી છે, પણ હકીકત અલગ છે.

 

દોડવીર મિલ્ખા સિંહની જીવનકથા જેવી ‘ભાગ મિલ્ખા ભાગ’માં તેમના જીવનના અત્યાર સુધી ગુપ્ત રહેલા ઘટનાક્રમને આવરી લેવામાં આવ્યો છે.

આ ફિલ્મમાં સોનમને મિલ્ખા સિંહની પ્રેમિકાના રોેલમાં સાઇન કરવામાં આવી છે. મિલ્ખા સિંહના જીવનનો આ ઘટનાક્રમ અત્યાર સુધી ગુપ્ત હતો, પણ ફિલ્મમાં એને આવરી લેવામાં આïવ્યો છે.
મિલ્ખા સિંહે ભાગલા વખતના દંગામાં તેના પરિવારને ગુમાવી દીધો હતો અને પછી આ છોકરી જ તેમનો સહારો બની હતી. જોકે પછી લગ્ન શક્ય ન બનતાં મિલ્ખા સિંહે બહુ પાછળથી નર્મિલા કૌર સાથે લગ્ન કરી લીધાં હતાં. મિલ્ખા સિંહ અને તેમની અજ્ઞાત પ્રેમિકાની લવસ્ટોરીને ઊંડાણથી સમજવા માટે સોનમે થોડા સમય પહેલાં ૭૬ વર્ષના મિલ્ખા સિંહની મુલાકાત લીધી હતી અને તેમની પાસેથી જ તેમની પ્રેમભરી મુલાકાતના પ્રસંગો સાંભળ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK