Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફૅમિલી અને ફ્રેન્ડ્સે મને સ્ટારની જેમ ક્યારેય ટ્રીટ નથી કરી : સોનાક્ષી

ફૅમિલી અને ફ્રેન્ડ્સે મને સ્ટારની જેમ ક્યારેય ટ્રીટ નથી કરી : સોનાક્ષી

15 April, 2019 11:07 AM IST |

ફૅમિલી અને ફ્રેન્ડ્સે મને સ્ટારની જેમ ક્યારેય ટ્રીટ નથી કરી : સોનાક્ષી

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા


સોનાક્ષી સિંહાએ જણાવ્યું હતું કે મારી ફૅમિલી કે ફ્રેન્ડ્સમાંથી કોઈ પણ મને સ્ટારની જેમ ટ્રીટ નથી કરતાં. આ જ કારણ છે કે એનાથી તે વધુ સારી રીતે કામ કરવા માટે પ્રેરિત થાય છે. સોનાક્ષી સેટ પર કોઈ પણ જાતના નખરા કર્યા વગર બધા સાથે વિન્રમતાથી વાત કરે છે. એ વિશે પૂછતાં સોનાક્ષીએ કહ્યું હતું કે ‘હું સેટ પર કોઈ નખરા નથી કરતી એનું કારણ એ છે કે હું મારા કામને ખૂબ જ પ્રેમ કરું છું. મારા માટે મારી દરેક ફિલ્મ નવી હોય છે અને એ મારા માટે મારી પહેલી ફિલ્મ બરાબર હોય છે. હું મારા કૅરૅક્ટરને સારી રીતે જાણી એને સચોટતાપૂર્વક પફોર્ર્મ કરી શકું છું. હું કોઈ પણ પાત્રને લઈને પહેલેથી નક્કી નથી કરી લેતી. ખરું કહું તો હું મારી એનર્જીનો ઉપયોગ મારા પાત્રમાં પોતાને ઢાળવામાં કરું છું.

આ પણ વાંચો : વડા પ્રધાનની જરૂર છે, ચોકીદારની નહીં : અનુરાગ કશ્યપ



મારા પેરન્ટ્સ, ભાઈઓ, મારા બાળપણના મિત્રો જેઓ હજી પણ મારા સારા ફ્રેન્ડ્સ છે અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના લોકોએ પણ મારી સાથે રિયલ લાઇફમાં હું બૉલીવુડની સ્ટાર હોઉં એ રીતે મને ટ્રીટ નથી કરી. તેઓ મને હવામાં ઊડવા નથી દેતા. તેમને માટે હું હજી પણ પહેલાંની જ સોના છું. મારું માનવું છે કે વાસ્તવિક્તા સાથે જોડાઈ રહેવા માટે તમારે એવા લોકોથી દૂર રહેવુ જોઈએ જે ‘યસ મૅડમ’ કહીને તમારી જીહજૂરી કરતા હોય. મારી નજીકના લોકો મને પ્રેમ તો આપે જ છે, પરંતુ સાથે જ જરૂર પડ્યે મારી નિંદા પણ કરે છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2019 11:07 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK