સોનાક્ષી સિંહા પોતાના ભાઈઓ સાથે મળીને ફિલ્મ પ્રોડ્યુસ કરશે

Published: 22nd October, 2014 04:56 IST

આજના નવા ઍક્ટરો ધીમે-ધીમે ફિલ્મ-પ્રોડક્શન તરફ આગળ વધી રહ્યા છે જેમાં રણબીર કપૂર, અનુષ્કા શર્માનાં નામ મોખરે છે.


આ યાદીમાં સોનાક્ષી સિંહાનું નામ પણ ગઈ કાલે જોડાઈ ગયું છે. સોનાક્ષીના ભાઈ કુશ સિંહાએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર આ વાતની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે તે પોતે સોનાક્ષી અને પોતાના ભાઈ લવ સિંહા સાથે મળીને પ્રોડક્શન-કંપની શરૂ કરી રહ્યો છે. કુશ સંજય લીલા ભણસાલી અને અભિનવ કશ્યપ જેવા ફિલ્મમેકરોનો અસિસ્ટન્ટ રહી ચૂક્યો છે જ્યારે બૉલીવુડની સ્ટાર બનેલી બહેન સોનાક્ષીના કામનો અનુભવ પણ આ કંપનીમાં કામ લાગી શકે છે. આ ત્રિપુટી પોતાના પહેલા પ્રોડક્શન માટે કયા ઍક્ટરો સાથે ફિલ્મ કરશે એ મુદ્દા પર હજી કંઈ પણ નક્કી નથી થયું.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK