સોનાક્ષી સિંહાએ કરી મમ્મી સાથે એક ઍડ

Published: 27th November, 2012 05:48 IST

પૂનમ સિંહા છેલ્લે જોધા અકબરમાં હૃતિક રોશનની માતાના રોલમાં જોવા મળી હતી




સોનાક્ષી સિંહાની માતા પૂનમ સિંહા પણ સારી ઍક્ટ્રેસ છે અને છેલ્લે તે ‘જોધા અકબર’માં હૃતિક રોશનની માતાના રોલમાં જોવા મળી હતી. હવે ખબર પડી છે કે સોનાક્ષી તેની મમ્મી સાથે એક બ્યુટી-પ્રોડક્ટની ઍડમાં જોવા મળશે. મળતી માહિતી મુજબ પહેલાં આ ઍડના સર્જકોએ સોનાક્ષી સાથે બીજી ઍક્ટ્રેસની પસંદગી કરી હતી, પણ પછી સોનાક્ષીએ આના માટે તેની મમ્મીને સાઇન કરવાનો વિકલ્પ આપ્યો હતો જે સર્જકોને પસંદ પડી જતાં આખરે આ બ્યુટી-પ્રોડક્ટની જાહેરાત માટે પૂનમ સિંહાને સાઇન કરવામાં આવી છે. ‘દબંગ’થી બૉલીવુડમાં પ્રવેશેલી સોનાક્ષીની લેટેસ્ટ ફિલ્મ ‘સન ઑફ સરદાર’ને પણ પ્રમાણમાંસારી સફળતા મળી હોવાના કારણે હવે તેની ગણતરી બૉલીવુડની સફળ હિરોઇન તરીકે થવા લાગી છે. લાગે છે કે સોનાક્ષીએ પોતાની આ સફળતાનો સ્વાદ તેની મમ્મીને પણ ચખાડવાનું બીડું ઝડપ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK