Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પર્ફેક્ટ દુલ્હન સોનાક્ષી

પર્ફેક્ટ દુલ્હન સોનાક્ષી

10 October, 2012 06:09 AM IST |

પર્ફેક્ટ દુલ્હન સોનાક્ષી

પર્ફેક્ટ દુલ્હન સોનાક્ષી




કોઈ પણ ફિલ્મના સેટ પર કન્યાવિદાયના ગીતના શૂટિંગ વખતે વાતાવરણ ઇમોશનલ બની જતું હોય છે. સોનાક્ષી સિંહાની આગામી ફિલ્મ ‘સન ઑફ સરદાર’માં પણ તેના પર કન્યાવિદાયનું ગીત ‘બિછડન’ ફિલ્માવવામાં આવ્યું હતું. ગીતના શૂટિંગ વખતે સોનાક્ષી તદ્દન ઓરિજિનલ દુલ્હન જેવી સુંદર દેખાતી હતી અને એને લીધે સેટ પર બધા સોનાક્ષીની જ ચર્ચા કરી રહ્યા હતા.  

આ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘આ ફિલ્મમાં અજય દેવગન અને સોનાક્ષી પર ‘બિછડન’ જેવું ઇમોશનલ સૉન્ગ શૂટ કરવામાં આવ્યું છે જે હવે અજયનું ફેવરિટ બની ગયું છે. આ સૉન્ગના શૂટિંગ વખતે બધા એ જ વાતની ચર્ચા કરી રહ્યા હતા કે સોનાક્ષી રિયલ દુલ્હન જેવી લાગી રહી છે. આ ગીતના શૂટિંગ વખતે સોનાક્ષી ઇમોશનલ બની ગઈ હતી. ફિલ્મના પટિયાલાના શેડ્યુલમાં સૌથી છેલ્લે આ ગીત શૂટ કરવામાં આવ્યું હતું. આ ગીત પછી શેડ્યુલ આટોપાઈ જતાં બધા લોકો થોડા દુ:ખી થઈ ગયા હતા.’

દિવાળી વખતે રિલીઝ થનારી અજય દેવગનની ‘સન ઑફ સરદાર’નું આ ગીત આજથી ઇન્ટરનેટ પર માણી શકાશે. આ ગીત વિશે વાત કરતાં અજય કહે છે, ‘અમે પટિયાલામાં આ ગીતનું શૂટિંગ કર્યું હતું. આ ગીતના શૂટિંગ વખતે સોનાક્ષી બહુ જ સુંદર દેખાતી હતી. આ ગીત બધાનું ફેવરિટ બની ગયું છે.’

દીકરીને યાદ કરીને સંજય ઇમોશનલ

‘સન ઑફ સરદાર’ના કન્યાવિદાયના ગીત ‘બિછડન’ના શૂટિંગ વખતે સોનાક્ષીનો ભાઈ બનતો સંજય દત્ત પોતાની મોટી દીકરી ત્રિશલાને યાદ કરીને ઇમોશનલ બનીને ભાંગી પડ્યો હતો. આ વિશે વાત કરતાં સેટ પરની એક વ્યક્તિ કહે છે, ‘આ ગીતમાં સોનાક્ષી દુલ્હન બની છે. ગીતના શૂટિંગ વખતે સોનાક્ષી ભવિષ્યની પોતાની વિદાય વિશે વિચારીને તથા સંજય પોતાની દીકરી ત્રિશલાનાં લગ્ન થશે ત્યારની વિદાય વિશે વિચારીને બહુ ઇમોશનલ બની ગયાં હતાં અને તેમની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. શૂટિંગ વખતે અત્યંત ઇમોશનલ થઈ ગયાં હોવાને કારણે સંજય અને સોનાક્ષી બન્નેએ થોડો સમય બ્રેક લેવો પડ્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2012 06:09 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK