આયુષ્માનની કેટલીક સફળ ફિલ્મોની થશે સાઉથમાં રીમેક

Published: May 25, 2020, 21:23 IST | Mumbai Correspondence | Mumbai Desk

મારી ફિલ્મોની રીમેક બનવાનું જાણીને મને ખુશી થઈ છે. સારી કન્ટેન્ટમાં હું ભરોસો રાખું છું, સારી સ્ક્રિપ્ટ્સને સપોર્ટ કરું છું અને દર્શકોને કંઈક નવું આપવાના પ્રયાસનું જ આ પરિણામ છે.’

આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાનાની અમુક ફિલ્મોની સાઉથ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી રીમેક બનાવવાની છે. અત્યાર સુધી બૉલીવુડ સાઉથની ફિલ્મોમાંથી પ્રેરણા લેતું આવ્યું છે. જોકે હવે આયુષ્માનની ફિલ્મોને તામિલ અને તેલુગુમાં બનાવવામાં આવશે. ‘અંધાધુન’ને તામિલમાં ઍક્ટર પ્રશાંત સાથે અને તેલુગુમાં ઍક્ટર નીતિન સાથે બનાવવામાં આવશે. ‘ડ્રીમગર્લ’ને તેલુગુ ઍક્ટર રાજ તરુણ સાથે, ‘વિકી ડોનર’ તામિલ ઍક્ટર હરીશ કલ્યાણ સાથે બનાવવામાં આવશે. તો ‘આર્ટિકલ 15’ તામિલ ઍક્ટર ઉદયાનિધિ સ્ટાલિન સાથે અને ‘બધાઈ હો’ તેલુગુ ઍક્ટર નાગચૈતન્ય સાથે બનાવવામાં આવશે. આ વિશે પૂછવામાં આવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘મારા માટે આ ખુશીની અને ગર્વની વાત છે કે મારી અનેક ફિલ્મોની રીમેક કરવામાં આવશે. હું હંમેશાંથી માનતો આવ્યો છું કે સિનેમાની ખરી ઓળખ એ છે કે એ કેટલી પ્રચલિત છે. ફિલ્મોમાં એ તાકાત છે કે એને કોઈ ભાષા, કલ્ચર કે સીમા નથી નડતી. મારી ફિલ્મોની રીમેક બનવાનું જાણીને મને ખુશી થઈ છે. સારી કન્ટેન્ટમાં હું ભરોસો રાખું છું, સારી સ્ક્રિપ્ટ્સને સપોર્ટ કરું છું અને દર્શકોને કંઈક નવું આપવાના પ્રયાસનું જ આ પરિણામ છે.’

પોતાની સફળતાનું શ્રેય ફિલ્મમેકર્સ અને રાઇટર્સને આપતાં આયુષ્માને કહ્યું હતું કે ‘ક્રીએટિવિટી સહિયારી પ્રોસેસ છે અને હું નસીબદાર છું કે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં મારા સંબંધો બ્રિલિયન્ટ લોકો સાથે થયા છે. એ તમામ ફિલ્મમેકર્સ અને સ્ક્રિપ્ટ-રાઇટર્સને હું શ્રેય આપવા માગું છું કે તેમની ફિલ્મોની રીમેક કરવામાં આવશે. એ તેમના આઇડિયાની તાકાત દેખાડે છે જેણે દર્શકોનાં મન પર અમીટ છાપ છોડી છે. સાથે જ કોઈ પણ પ્રકારની ભાષાની અડચણ વગર તેઓ મારી ફિલ્મોને બનાવી રહ્યા છે એ માટે આભાર. સિનેમામાં મારા દ્વારા જે પણ યોગદાન આપવામાં આવ્યું છે એ માટે હું ખુશ છું. સાથે જ પૂરા દેશને એ અહેસાસ કરાવવામાં આવ્યો છે કે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી પણ સારી, કૂલ કન્ટેન્ટવાળી અને વર્તમાન સમયને સંબંધિત એવી ફિલ્મો બનાવી શકે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK