સોભિતા ધુલિપાલાની સિતારાનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ કરવામાં આવશે

Published: Sep 12, 2020, 18:48 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

‘સિતારા’ એક સ્વતંત્ર યુવા ઇન્ટીરિયર ડિઝાઇનર અને એક શેફની પ્રેમ કહાણી છે

‘સિતારા’
‘સિતારા’

રૉની સ્ક્રૂવાલાની ‘સિતારા’નું શૂટિંગ નવેમ્બરમાં ફરીથી શરૂ કરવામાં આવશે. સોભિતા ધુલિપાલા અને રાજીવ સિદ્ધાર્થની લીડ રોલવાળી ફિલ્મનું મુંબઈમાં એક શેડ્યુલ પૂરું થયા બાદ એનું શૂટિંગ કોરોના વાઇરસને કારણે અટકી ગયું હતું. ફિલ્મને ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવામાં આવશે. ‘સિતારા’ એક સ્વતંત્ર યુવા ઇન્ટીરિયર ડિઝાઇનર અને એક શેફની પ્રેમ કહાણી છે. આ કપલ તેમના રિલેશનમાં શુ પ્રૉબ્લેમ છે એ શોધી કાઢે છે અને ત્યાર બાદ એને સફળ બનાવવા માટે કોશિશ કરે છે. ઘણી ફિલ્મોમાં પ્રોડક્શન ડિઝાઇનર તરીકે કામ કરનાર વંદના કટારિયા આ ફિલ્મને ડિરેક્ટ કરી રહી છે. આ ફિલ્મનો સ્ક્રીન પ્લે સોનિયા બહલ અને વંદના દ્વારા લખવામાં આવ્યો છે. તેમ જ ડાયલૉગ હુસેન દલાલ અને અબ્બાસ દલાલ દ્વારા લખવામાં આવ્યા છે. આ વિશે રૉની સ્ક્રૂવાલાએ કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં પ્રેમ, પ્રશંસા, સ્વીકાર, માફી અને છુટકારા વિશે વાત કરવામાં આવે છે. આરએસવીપી માટે આ ડિજિટલ ફિલ્મને ડિરેક્ટ કરવા માટે વંદનાથી સારી કોઈ મહિલા નહીં હોઈ શકે. આવતા વર્ષે આ અતરંગી પરિવારની સ્ટોરીને લોકો સમક્ષ રજૂ કરવાની આશા રાખી રહ્યા છીએ.’

આ વિશે સોભિતાએ કહ્યું હતું કે ‘અમારી ફિલ્મ ભારતીય સિનેમામાં એક નવીનતા લાવવા તરફ એક નાનકડી પહેલ છે. હું આ ફિલ્મ સાથે જોડાઈને ખૂબ જ ખુશ હતી અને અમે એનું શૂટિંગ હવે નવેમ્બરમાં શરૂ કરીશું. અમે ખૂબ જ સ્ટ્રૉન્ગ રહી આ ફિલ્મની સાથે કમબૅક કરીશું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK