આ શું રામાયણની 'સીતા મૈયા' એક આતંકવાદીની પત્ની? વાંચો શું છે આખી ઘટના

Published: Aug 09, 2020, 16:41 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

હવે રામાયણની સીતા મૈયા એટલે દીપિકા ચિખલિયા ટોપીવાલા દર્શકો વચ્ચે સ્ક્રીન પર પાછી ફરી રહી છે. એક્ટ્રેસ દીપિકા ચિખલિયાની અપકમિંગ ફિલ્મનુ પહેલું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે.

દીપિકા ચિખલિયાની ફિલ્મનું પોસ્ટર રિલીઝ
દીપિકા ચિખલિયાની ફિલ્મનું પોસ્ટર રિલીઝ

કોરોના વાઈરસના ચાલતા દેશમાં જાહેર થયેલા લૉકડાઉન વચ્ચે હાલમાં જ 80 દાયકાની લોકપ્રિય સીરિયલ 'રામાયણ'એ ટીવી પર પાછી ફરી હતી. સાથે જ રામાયણ સીરિયલની ટીઆરપી લૉકડાઉનમાં નંબર વન પર આવી ગઈ હતી. ત્યારે રામાયણને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો. શૉમા બનેલા રામ, લક્ષ્મણ અને સીતા ઘણા ફૅમસ થયા અને હાલ તેઓ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે. અરૂણ ગોવિલ, સુનીલ લહરી અને દીપિકા ચિખલિયાને ફૅન્સ વચ્ચે રામાયણની શૂટિંગ પાછળની વાર્તા શૅર કરતા રહે છે.

હવે રામાયણની સીતા મૈયા એટલે દીપિકા ચિખલિયા ટોપીવાલા દર્શકો વચ્ચે સ્ક્રીન પર પાછી ફરી રહી છે. એક્ટ્રેસ દીપિકા ચિખલિયાની અપકમિંગ ફિલ્મનુ પહેલું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. અભિનેત્રી દીપિકા ચિખલિયાએ પોતાની ફિલ્મ ગાલિબનું પોસ્ટર પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યું છે.

પોસ્ટરમાં દીપિકા ચીખલીયા સલવાર સૂટ પહેરીને માથામાં સ્કાર્ફ પહેરેલી જોવા મળી રહી છે, જ્યારે અભિનેત્રી સાથે એક્ટર નિખીલ પિટાલે નજર આવી રહ્યા છે, જે આ ફિલ્મમાં તેનો પુત્ર ગાલિબની ભૂમિકામાં જોવા મળશે. દીપિકા ચિખલિયાએ ટ્વિટર પર પણ ફિલ્મ ગાલિબનું પોસ્ટર શૅર કર્યું છે. પોસ્ટર શૅર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે, 'ફિલ્મ ગાલિબનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.'

આ એક સાચી વાર્તા છે. હું આ ફિલ્મ સાથે જોડાયેલી પોસ્ટ અને રિલીઝ ડેટની વિગતો તમારી સાથે સતત શૅર કરતી રહીશ. ફિલ્મની રિલીઝ ડેટની જાણકારી આપતા એક્ટ્રેસે લખ્યું, ફિલ્મ રિલીઝને લઈને ઑગસ્ટનું શેડ્યૂલ નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ અત્યારે પરિસ્થિતિઓ શું છે તે આપણે બધા જાણીએ છીએ.

'તમને જણાવી દઈએ કે ફિલ્મ' ગાલિબ '2001ના સંસદના હુમલાના આરોપી અફઝલ ગુરુની બાયોપિક છે. અફઝલ ગુરુને વર્ષ 2013માં ફાંસી આપવામાં આવી હતી.જોકે, આ ફિલ્મમાં અફઝલ ગુરુ નહીં પણ અફઝલનો પુત્ર ગાલિબની વાર્તા દર્શાવવામાં આવશે. આ ફિલ્મ નિર્દેશક મનોજ ગિરી અને નિર્માતા ધનશ્યામ પટેલ દ્વારા બનાવવામાં આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK