રૅપર બાદશાહે કર્યો ખુલાસો, સિંગિગના કારણે ગર્લફ્રેન્ડે કર્યું હતું બ્રેકઅપ

Published: Nov 29, 2019, 16:24 IST | Mumbai

બાદશાહે પોતાના કરિયરના શરૂઆતના સમય વિશે વાત કરી છે. બાદશાહને આ સફળતા સરળતાથી નથી મળી, એની મહેનત અને સ્ટ્રગલના કિસ્સાઓ વિશે વાત કરતા બાદશાહે જણાવ્યું કે એક સમયે એની ગર્લફ્રેન્ડ એને છોડીને ચાલી ગઈ હતી.

બાદશાહ
બાદશાહ

સિંગર અને રૅપર બાદશાહે ઘણા ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક ઓળખ બનાવી છે. પરંતુ એના માટે અહીંયા સુધીનો આ પ્રવાસ સરળ નહોતો. હાલમાં જ બાદશાહે પોતાના કરિયરના શરૂઆત વિશે વાત કરી છે. બાદશાહને આ સફળતા એવી જ રીતે નથી મળી. એની મહેનત અને સ્ટ્રગલના કિસ્સાઓ વિશે વાત કરતા બાદશાહે જણાવ્યું કે એક સમયે એની ગર્લફ્રેન્ડ એને છોડીને ચાલી ગઈ હતી.

બાદશાહને પોતાની જર્ની અને આ સ્ટ્રગલથી આજે કોઈ ફરિયાદ નથી કારણકે એને લાગે છે કે એનું સ્ટ્રગલ સફળતામાં બદલાઈ ગઈ છે. એણે એક ઈન્ટરવ્યૂમાં એ પણ જણાવ્યું કે આ સ્ટ્રગલમાં એવો સમયપમ આવ્યો જ્યારે એને વગર પૈસાએ ટ્રાવેલ કરવું પડ્યું હતું. એને ઘણી વાર જમીન પર સુવુ પડતું હતું. એના પર વાત કરતા એણે કહ્યું હું પોતાના આ સફરના દરેક પાર્ટનો આનંદ માણી રહ્યો હતો, પછી એ જમીન પર સુવુ હોય કે પછી વગર પૈસાનો પ્રવાસ હોય. આ મોટો સંઘર્ષ નહોતો, પરંતુ તેણે મને ધૈર્ય શીખવ્યું.

 

 
 
 
View this post on Instagram

Having Parle-G and Little Hearts “biskut” in the clouds. Pahaad zindagi hain.

A post shared by BADSHAH (@badboyshah) onAug 26, 2019 at 2:06am PDT

 

પોતાના રેપર બનવાના સ્ટ્રગલને લઈને એમણે જણાવ્યું કે શરૂઆતમાં એમનો પરિવાર પર એના આ પેશન વિરૂદ્ધ હતા. એના પેરેન્ટ્સને લાગતું હતું કે એનું કરિયર કદાચ ખરાબ થઈ જશે જો તેઓ આ ફિલ્ડમાં જશે. જો કે, તેમણે તેમના પરિવારોની ઇચ્છાને આધારે પોતાની મહેનત ચાલુ રાખી હતી અને લગભગ પાંચ વર્ષ પછી તેના માતાપિતાએ આ કાર્યને સમજી અને ટેકો આપ્યો હતો.

તેણે એમ પણ જણાવ્યું કે એની ગર્લફ્રેન્ડ પણ એને છોડીને ચાલી ગઈ જ્યારે એને જાણ થઈ કે તે રૅપર બનવા માંગે છે. બે દાયકાથી એમની સાથે રહેનારી એમની ગર્લફ્રેન્ડે પણ એનો છોડી દીધો એવું કહીને કે જે ફિલ્ડમાં જવા ઈચ્છે છે એને એક પ્રોપર કરિયર નહીં કહીં શકાય. જોકે બાદશાહે પોતાને સંભાળી લીધો અને પોતાના મ્યૂઝિક કરિયર પર ધ્યાન આપીને એનો ભૂલવાની કોશિશ કરી. તમને જણાવી દઈએ કે બાદશાહનું નવુ ગીત 'ચંદીગઢ મેં' છે. આ અક્ષ્યકુમારની ફિલ્મ ગુડ ન્યૂઝ માટે ગાયું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK