Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બિગ બૉસ ૧૩ની સીઝનમાં ટ્‍‍વિટર પર સિદ્ધાર્થ શુક્લાએ કર્યું રાજ

બિગ બૉસ ૧૩ની સીઝનમાં ટ્‍‍વિટર પર સિદ્ધાર્થ શુક્લાએ કર્યું રાજ

21 February, 2020 01:29 PM IST | Mumbai Desk

બિગ બૉસ ૧૩ની સીઝનમાં ટ્‍‍વિટર પર સિદ્ધાર્થ શુક્લાએ કર્યું રાજ

બિગ બૉસ ૧૩ની સીઝનમાં ટ્‍‍વિટર પર સિદ્ધાર્થ શુક્લાએ કર્યું રાજ


‘બિગ બૉસ ૧૩’ની આ વખતની સીઝનમાં સિદ્ધાર્થ શુક્લાએ સૌથી વધુ ટ્‍‍વિટર પર રાજ કર્યું હતું. લોકોએ તેના પક્ષમાં જ સૌથી વધુ ટ્વીટ કર્યાં હતાં. ટ્‍‍વિટર ઇન્ડિયા મુજબ ‘બિગ બૉસ ૧૩’ ડિજિટલ પ્લૅટફૉર્મ પર હિટ શો રહ્યો હતો. ૨૦૧૮માં આ શોને ૪૧ મિલ્યન ટ્વીટ્સ મળ્યાં હતાં તો આ વખતે ૨૦૨૦ની ૧ જાન્યુઆરીથી માંડીને ફિનાલે એટલે કે ૧૫ ફેબ્રુઆરી સુધી ૧૦૫ મિલ્યન ટ્વીટ્સનો રેકૉર્ડ નોંધવામાં આવ્યો છે. આ આંકડાઓની સાથે આ રિયલિટી શોની ટ્‍‍વિટર પર સૌથી વધુ ચર્ચા થઈ હોવાનું નોંધવામાં આવ્યું છે. ‘બિગ બૉસ ૧૩’નો ખિતાબ જીતનાર સિદ્ધાર્થની સૌથી વધુ ચર્ચા ટ્‍‍વિટર પર થઈ હતી. એમાં અસીમ રિયાઝે બીજું સ્થાન મેળવ્યું છે. રશ્મિ દેસાઈ ત્રીજા તો ચોથા નંબર પર હિમાંશી ખુરાના અને પાંચમા નંબરે શહનાઝ ગિલ હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2020 01:29 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK