વિદ્યા અને સિદ્ધાર્થનાં લગ્ન સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ વાતો

Published: 14th December, 2012 02:58 IST

વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રૉય કપૂરનાં આજે લગ્ન થવાનાં છે. આ લગ્ન સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ બાબતો નીચે પ્રમાણે છે.વિદ્યા અને સિદ્ધાર્થ તેમનાં આ લગ્નને મિડિયાની નજરથી સાવ જ દૂર રાખવા માગતાં હતાં એટલે તેમણે એના માટે બહુ સાવધાની રાખી છે.

આ લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારજનોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. આના કારણે સિદ્ધાર્થ રૉય કપૂરની કંપની યુટીવીના કોઈ જ કર્મચારીને આ લગ્નનું ઇન્વિટેશન આપવામાં નથી આવ્યું.

લગ્નનું સ્થળ અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યું છે. આ માહિતી મિડિયામાં લીક ન થઈ જાય એ માટે નજીકના મિત્રો અને પરિવારજનોને પણ છેલ્લી ઘડીએ જ લગ્નના સ્થળ વિશે માહિતી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ લગ્ન પરંપરાગત દક્ષિણ ભારતીય સ્ટાઇલથી કરવામાં આવશે.

આ દંપતીનાં મિલન લુથરિયા, એકતા કપૂર અને રાજકુમાર ગુપ્તા જેવાં નજીકનાં મિત્રોને પણ લગ્ન વિશે અત્યાર સુધી કોઈ જ માહિતી નહોતી.

આ રીતે રચાઈ ગઈ વિદ્યા અને સિદ્ધાર્થની લવસ્ટોરી

ડિસેમ્બર ૨૦૧૦ : વિદ્યા જ્યારે સિદ્ધાર્થની કંપનીએ પ્રોડ્યુસ કરેલી ‘નો વન કિલ્ડ જેસિકા’માં કામ કરી રહી હતી ત્યારે તેમની વચ્ચે પ્રેમપ્રકરણ શરૂ થયું હતું. આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય એ પહેલાં આ બન્નેના પ્રેમપ્રકરણની માહિતી મિડિયા સુધી પહોંચી ગઈ હતી.

ફેબ્રુઆરી ૨૦૧૧ : વિદ્યા અને સિદ્ધાર્થ તેમની વચ્ચે ચાલી રહેલા પ્રેમપ્રકરણનો ઇનકાર કરી રહ્યાં હતાં, પણ આ સમયગાળામાં તેમને ગોવાના બાગા બીચ પર સાથે સમય ગાળતાં જોવામાં આવ્યાં હતાં.

માર્ચ ૨૦૧૧ : વિદ્યાએ પ્રેમી સિદ્ધાર્થ રૉય કપૂરને ‘એસઆરકે’નું વહાલભર્યું સંબોધન કરવાનું શરૂ કર્યું હતું.

જુલાઈ ૨૦૧૨ : સિદ્ધાર્થે પછી વિદ્યા માટે જુહુ તારા રોડ પર ૧૪ કરોડ રૂપિયાનો સી-ફેસિંગ ફ્લૅટ ખરીદી લીધો હતો. ત્યાર બાદ આ મહિને જ તે વિદ્યાને ટેનિસની વિમ્બલ્ડનની મૅચ માટે લંડન લઈ ગયો હતો.

નવેમ્બર ૨૦૧૨ : વિદ્યા અને સિદ્ધાર્થે સાથે મળીને લગ્ન પછી તેઓ જે ઘરમાં રહેવાનાં છે એની સજાવટ શરૂ કરી દીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK