શ્રદ્ધા કપૂરે આશિકી 2 ફિલ્મ બાદ થયેલી તકલીફને લઇને કર્યો મોટો ઘટસ્ફોટ

Published: Sep 13, 2019, 14:34 IST

બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો અને છિછોરે જેવી બોક્સ ઓફિસ પર છવાયેલી રહી છે. શ્રદ્ધા કપૂરે ફિલ્મ પ્રમોશન દરમિયાન આપેલા ઈન્ટરવ્યૂમાં હેરાન કરે તેવો ખુલાસો કર્યો છે.

બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો અને છિછોરે જેવી બોક્સ ઓફિસ પર છવાયેલી રહી છે. શ્રદ્ધા કપૂરે ફિલ્મ પ્રમોશન દરમિયાન આપેલા ઈન્ટરવ્યૂમાં હેરાન કરે તેવો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, આશિકી 2 ફિલ્મ પછી તે એન્ઝાઈટી અને તણાવથી પરેશાન છે. હજુ સુધી તે આ સમસ્યાથી બહાર આવી નથી.

ફિલ્મ છિછોરેનું પ્રમેશન કરી રહેલી શ્રદ્ધા કપૂરે પિન્કવિલાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કરતા કહયું હતું કે, 'મને ઘણા સમય સુધી નહોતી ખબર કે એન્ઝાઈટી શું કહેવાય. આ ઠીક આશિકી 2 પછી થયું, મને ફિઝિકલ એન્ઝાઈટી અનુભવી રહી હતી અને મને એવો દુખાવો થતો જે મેડિકલ રિપોર્ટમાં સામે આવતો નહી. મે ઘણા ટેસ્ટ કરાવ્યા પરંતુ ડોક્ટરની કોઈ પણ રિપોર્ટ અનુસાર હું સ્વસ્થ હતી. આ ઘણું ખરાબ હતું. હું સતત વિચારતી હતી કે મને આ દુખાવો કેમ થઈ રહ્યો છે.'

આગળ વાત કરતા શ્રદ્ધા કપૂરે કહ્યું કે, 'આજે પણ એન્ઝાઈટી સામે લડી રહી છું પરંતુ હવે પરિસ્થિતિ પહેલા કરતા સારી છે. તમારે આ બાબતને સ્વીકારવી પડશે અને માનવુ પડશે કે આ જીવનનો એક ભાગ છે. આટલા બધા પ્રેમ સાથે આની સાથે પણ લડવુ પડશે એ માટે તમારે સમજવુ પડશે કે તમે કોણ છો અને કેમ છો?'

આ પણ વાંચો: આ પાંચ કારણોથી તમારે જોવી જોઈએ ફિલ્મ ટીચર ઓફ ધ યર

હાલમાં જ 29 ઓગસ્ટના સાઉથ સુપરસ્ટાર પ્રભાસ સાથે શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો રિલીઝ થઈ. બોક્સ ઓફિસ પર ફિલ્મે ધમાકેદાપ પ્રદર્શન કર્યું છે. આ સિવાય શ્રદ્ધાની ફિલ્મ છિછોરે 6 સપ્ટેમ્બરે રિલીઝ થઈ અને છિછોરે પણ બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK