બૉબી દેઓલે તેની આગામી ફિલ્મ ‘લવ હૉસ્ટેલ’નું શૂટિંગ ખેડૂત-આંદોલનને કારણે અટકાવ્યું છે. થોડા દિવસ પહેલાં જાહ્નવી કપૂરની ‘ગુડ લક જેરી’નું શૂટિંગ પણ ખેડૂતોએ બંધ કરાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર તેમના મુદ્દાને ઉકેલશે નહીં ત્યાં સુધી કોઈ પણ બૉલીવુડ સલિબ્રિટીઝને પંજાબમાં શૂટિંગ કરવા દેવામાં આવશે નહીં. સની દેઓલ બીજેપીનો સંસદસભ્ય છે અને તેના પપ્પા ધર્મેન્દ્ર પંજાબના હોવા છતાં ખેડૂતોને સપોર્ટ નથી કરી રહ્યા. પંજાબના પટિયાલામાં જ્યારે ‘લવ હૉસ્ટેલ’ના સેટની તૈયારી કરવામાં આવી રહી હતી ત્યારે જ ખેડૂતોનું આખું ટોળું ત્યાં પહોંચી ગયું હતું અને તેમને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું હતું. આ ફિલ્મને શાહરુખ ખાનના પ્રોડક્શન-હાઉસે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં બૉબી દેઓલન સાથે વિક્રાન્ત મેસી અને સાન્યા મલ્હોત્રા પણ જોવા મળશે.
બાપ-દાદાની મિલકત કે ગડા ઇલેક્ટ્રૉનિક્સ કોની પસંદગી કરશે જેઠાલાલ
2nd March, 2021 14:27 ISTસંજય ગગનાની જણાવે છે પોતાની રીએન્ટ્રી વિશે
2nd March, 2021 12:43 ISTમન કી આવાઝ પ્રતિજ્ઞા 2માં અથર સિદ્દીકી નેગેટિવ રોલમાં
2nd March, 2021 12:40 ISTCONFIRMED: કાર્તિક આર્યને આપ્યા બ્રેકિંગ ન્યૂઝ, નેટફ્લિક્સ પર કરશે 'ધમાકા'
2nd March, 2021 12:26 IST