કંગના પર રાજદ્રોહનો કેસ... શિવ સેનાએ નોંધાવી ફરિયાદ

Updated: Sep 08, 2020, 13:06 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

મુંબઇની તુલના પાકિસ્તાનના તાબામાં રહેલા કાશ્મીર (POK)સાથે કરવા પર શિવસેના તરફથી કંગના રણોત વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધીને એફઆઇઆર કરવાની માગ કરવામાં આવી છે.

કંગના રણોત (ફાઇલ ફોટો)
કંગના રણોત (ફાઇલ ફોટો)

સુશાંત સિંહ (Sushant Singh Rajput) રાજપૂત મૃત્યુ મામલે મોખરે રહેનારી કંગના (kangana Ranaut) રણોત હાલ પોતાના નિવેદનને લઈને ખૂબ જ ચર્ચામાં છે, પણ હવે આ નિવેદનોથી તેમની મુશ્કેલીઓ પણ વધતી જાય છે. મુંબઇ (Mumbai)ની તુલના પાકિસ્તાનના તાબામાં રહેલા કાશ્મીર (POK)સાથે કરવા પર શિવસેના (Shiv Sena) તરફથી કંગના (Kangana Ranaut) રણોત વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધીને એફઆઇઆર (FIR) કરવાની માગ કરવામાં આવી છે.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે, શિવસેનાના આઇટી સેલએ થાણાંનાં શ્રીનગર પોલીસ સ્ટેશનમાં કંગના રણોત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. શિવસેના આઈટી સેલે પોતાની આ ફરિયાદમાં માગ કરવામાં આવી છે મુંબઇની તુલના પાકિસ્તાનવાળા કાશ્મીર સાથે કરવા માટે અભિનેત્રી કંગના રણોત વિરુદ્ધ રોજદ્રોહનો કેસ નોંધાવી એફઆઇઆર કરવામાં આવી.

હકીકતે, કંગનાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મુંબઇમાં તેને ડર લાગે છે કારણકે મુંબઇની સ્થિતિ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવી થઈ ગઈ છે. તેના પછી શિવસેના નેતા સંજય રાઉતે પણ આકરી પ્રતિક્રિયા આપી હતી અને તેને 'હરામખોર' લડકી કહ્યું હતું. જો કે, તેના પછી તેમણે હરામખોરનો અર્થ નૉટી કહીને સ્પષ્ટતા આપવાનો પ્રયત્ન કર્યો. શિવસેના ઇચ્છે છે કે કંગના પોતાના નિવેદન માટે માફી માગે.

જણાવવાનું કે આ નિવેદનો અને શિવસેના સાથેના વિવાદને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર તરફથી કંગના રણોતને વાય શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. આ સુરક્ષા હેઠળ તેની સાથે 10 કમાન્ડો હશે. કંગના 9 સપ્ટેમ્બરના રોજ મુંબઇ જવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK